શોધખોળ કરો
Auto Expo2020: મારુતિ સુઝુકીએ પેટ્રોલ એન્જિન સાથે નવી Vitara Brezza કરી લોન્ચ, જાણો વિગતે

1/6

ઑટો એક્સપો 2020માં મારુતિ સુઝુકીએ પોતાની લોકપ્રિય એસયૂવી Vitara Brezzaનું ફેસલિફ્ટ પેટ્રોલ હાઈબ્રિડ વેરિએન્ટ રજૂ કરી દીધી છે. આ મોડલમાં સૌથી મોટો ફેરફાર તેના એન્જિનમાં કરવામાં આવ્યો છે, કારણ કે Vitara Brezza અત્યાર સુધી માર્કેટમાં માત્ર ડિઝલ વર્ઝનમાં ઉપલબ્ધ હતી અને હવે પેટ્રોલ એન્જિનમાં પણ મળશે.
2/6

નવા ફેરફાર સાથે રજૂ કરવામાં આવેલી Vitara Brezza ફેસલિફ્ટ 2020ને લઈને કંપનીને આશા છે કે જૂના મોડલની જેમ તેને પણ ભારતીય બજારમાં સફળતા મળશે.
3/6

એન્જિનની વાત કરીએ તો બ્રેઝા ફેસલિફ્ટ 2020માં 1.5 લીટર BS-6 પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. તેની સાથે ઑટોમેટિક ટ્રાન્સમિશન સાથે પ્રોગેસિવ સ્માર્ટ હાઈબ્રિડ સ્માર્ટ હાઈબ્રિડ ટેક્નોલોજીથી સજ્જ કરવામાં આવી છે. બ્રેઝાનું આ નવું એન્જિ પાવર મામલે પહેલા કરતા વધુ બહેતર છે.
4/6

બ્રેઝાના આ નવા વર્ઝનમાં નવા ફ્રન્ટ ગ્રિલ આપવામાં આવ્યા છે અને કારના હેડલેમ્પ્સની ડિઝાઈનમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.
5/6

Vitara Brezza 16-ઈંચ વ્હીલ્સ અને એલઈડી ટેલલેમ્પ્સથી સજ્જ છે. ઈન્ટીરિયરની વાત કરીએ તો કારના કેબિનમાં સામાન્ય ફેરફાર કરવામાં આવ્યો છે જેમાં અપહોલ્સ્ટ્રી પર કરવામાં આવ્યો છે. એક મહત્વનો ફેરફાર છે. તેનાથી મારુતિનું લેટેસ્ટ સ્માર્ટપ્લે સ્ટૂડિયો 2.0 7 ઈંચ ઇન્ફોનેમેન્ટ સિસ્ટમથી સજ્જ છે.
6/6

નવી Brezzaને નવા ક્રોમ ગ્રિલ અને આગળના બમ્પરમાં ફેરફાર સાથે રજૂ કરવામાં આવી છે. તેની સાથે તેમાં મોટા કર્ટન્સ અને બુલ બાર્સ જેવી સ્કિડ પ્લેટ્સ પણ લગાવવામાં આવી છે. જેથી પહેલા કરતા વધુ આકર્ષક લાગે છે. કંપની ફેબ્રુઆરીના અંતમાં આ કાર લોન્ચ કરી શકે છે.
Published at :
આગળ જુઓ
Advertisement