શોધખોળ કરો
Bajaj Chetakનુ બુકિંગ ફરી એકવાર શરૂ, મોબાઇલ સાથે કનેક્ટ થઇને સ્ટાર્ટ થઇ શકશે સ્કૂટર, જાણો શું છે કિંમત ને ફિચર્સ

bajaj_chetak_06
1/7

નવી દિલ્હીઃ બજાજ ચેતક (Bajaj Chetak)ના ચાહકો માટે ખુશખબર છે, કંપનીએ આ ઇલેક્ટ્રિક સ્કૂટરનુ બુકિંગ શરૂ કરી દીધુ છે. જોકે આનુ બુકિંગ ફક્ત લિમીટેડ ટાઇમ પીરિયડ માટે જ છે. જો તમે આ સ્કૂટરને ખરીદવાનુ પ્લાનિંગ બનાવી લીધી છે તો તમારે તરત જ આને બુક કરી લેવુ જોઇએ.
2/7

તમે માત્ર 2000 રૂપિયા આપીને આ બજાજ ચેતક (Bajaj Chetak)ને બુક કરી શકો છો. બજાજની ઓફિશિયલ વેબસાઇટ પર જઇને આને બુક કરી શકાય છે.
3/7

95 કિલોમીટરની આપે છે રેન્જ..... બજાજ ચેતક (Bajaj Chetak) માર્કેટમાં બે વેરિએન્ટમાં અવેલેબલ છે, જેમાં Urban અને Premium વેરિએન્ટ્સ સામેલ છે. કંપની આને એક લાખ રૂપિયાની શરૂઆતી કિંમતની સાથે માર્કેટમાં ઉતાર્યુ હતુ.
4/7

એકવાર ચાર્જ કરવાથી આ 95 કિલોમીટર સુધીનો સફર કરી શકે છે. વળી ઇકો મૉડમાં આ 85 કિલોમીટર સુધીની રેન્જ આપે છે.
5/7

ચાવી વિના થશે સ્ટાર્ટ.... બજાજ ચેતકમાં કી લેન્સ ફિચર આપવામાં આવ્યુ છે. આની મદદથી તમે ચાવી વિના પણ સ્કૂટરને ચાલુ કરી શકશો. તમારા ખિસ્સામાં જો આની ચાવી છે તો તમારે ફક્ત એક બટન દબાવવુ પડશે, અને સ્કૂટર ચાલુ થઇ જશે.
6/7

આ સ્કૂટરમાં રેટ્રૉ લૂકની સાથે રાઉન્ડ DRL આપવામાં આવ્યા છે. તમે આને સ્માર્ટફોનથી પણ કનેક્ટ કરી શકો છો, જ્યાં રિયલ ટાઇમમાં તમામ જાણકારી મળી શકશે.
7/7

1 કલાકમાં થશે 25 ટકા સુધી ચાર્જ.... બજાજ ચેતક (Bajaj Chetak)મા બે રાઇડિંગ મૉડ્સ આપવામાં આવ્યા છે, એક City મૉડ અને એક Sport મૉડ. આમાં 4.1 કિલોવૉટની ઇલેક્ટ્રિક મૉટર આપવામાં આવી છે, જે 16 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. ચેતકનુ એન્જિન ઓટોમેટિક ટ્રાન્સમિશનની સાથે આપવામાં આવ્યુ છે. માત્ર એક કલાકમાં આ 25 ટકા સુધી ચાર્જ થઇ શકે છે. જ્યારે પાંચ કલાકમાં આ સ્કૂટર ફૂલ ચાર્જ થઇ જશે.
Published at : 14 Apr 2021 10:52 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
