શોધખોળ કરો
Budget Diesel Cars: 10 લાખ રૂપિયા સુધીના બજેટમાં ખરીદો આ દમદાર ડીઝલ કારો, અહીં જોઇલો તસવીરો....
જો તમે પણ તેમાંથી એક છો અને તમારા માટે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો અહીં બેસ્ટ ઓપ્શન અવેલેબલ છે,

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/6

Budget Diesel Cars: ભારતીય માર્કેટમાં પેટ્રૉલની સાથે સાથે હવે ડીઝલ કારોની પણ માંગમાં ખુબ વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કેટલાય એવા ગ્રાહકો છે જે ડીઝલ કારના શોખીન છે, કેટલાય ગ્રાહકો શક્તિશાળી એન્જિનને કારણે ડીઝલ વાહનોને પસંદ કરે છે. જો તમે પણ તેમાંથી એક છો અને તમારા માટે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો અહીં બેસ્ટ ઓપ્શન અવેલેબલ છે, જે તમને 10 લાખ રૂપિયાની કિંમતની અંદર જ મળી જશે....
2/6

Tata Altrozનું નામ આ લિસ્ટમાં નંબર વન પર છે, જે સ્થાનિક બજારમાં વેચાતી તેના સેગમેન્ટની સૌથી વધુ સસ્તી ડીઝલ કાર છે. તેની પ્રારંભિક કિંમત 8.15 લાખ રૂપિયા એક્સ-શૉરૂમ છે.
3/6

તેના પછી મહિન્દ્રા બૉલેરો (રૂ. 9.78 લાખ) અને બૉલેરો નિયો (9.62 લાખ રૂપિયા) છે. જે 10 લાખ રૂપિયાના એક્સ-શૉરૂમ સુધીના બજેટમાં ખરીદી શકાય છે. આ બંને વાહનોમાં .15L ટર્બો ચાર્જ્ડ ડીઝલ એન્જિન છે.
4/6

મહિન્દ્રાનું Mahindra XUV300 ડીઝલ પણ ત્રીજા નંબર પર છે, જેને તમે 9.90 લાખની એક્સ-શોરૂમ કિંમતે ઘરે લાવી શકો છો. આમાં તમને 6 સ્પીડ મેન્યૂઅલ અને 6 સ્પીડ ઓટોમેટિક ગિયરબૉક્સ મળે છે.
5/6

આગળનું નામ Kia Sonet SUVનું છે, તેને ખરીદવા માટે તમારે 9.95 લાખ રૂપિયાની એક્સ-શોરૂમ કિંમત ચૂકવવી પડશે.
6/6

પાંચમું નામ Tata Nexonનું છે, જે કંપનીની સૌથી વધુ વેચાતી કારમાંથી એક છે. તેને ખરીદવા માટે 9.99 લાખ રૂપિયાની એક્સ-શોરૂમ કિંમતની જરૂર પડશે.
Published at : 09 Oct 2023 11:56 AM (IST)
આગળ જુઓ
Advertisement