શોધખોળ કરો
Year Ender 2023: આ 2023 ના વર્ષે આ સીએનજી કારોએ ભારતીય માર્કેટમાં મારી એન્ટ્રી, લોકોને ખુબ આવી પસંદ
જો તમે એક સારી સીએનજી કાર લેવાનું વિચારી રહ્યાં છો, તો અહીં બેસ્ટ પાંચ કારો વિશે બતાવવામાં આવી રહ્યું છે, જે તમારો પહેલો ઓપ્શન બની શકે છે

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/7

Year Ender 2023: ભારતીય ઓટો માર્કેટમાં ધૂમ તેજી જોવા મળી રહી છે. દેશ અને દુનિયામાં વધતા પ્રદૂષણને કારણે મોટાભાગની કાર મેન્યૂફેક્ચરિંગ કંપનીઓ તેમની કારને CNG વેરિએન્ટમાં લૉન્ચ કરવા પર વધુ ધ્યાન આપી રહી છે. જો તમે એક સારી સીએનજી કાર લેવાનું વિચારી રહ્યાં છો, તો અહીં બેસ્ટ પાંચ કારો વિશે બતાવવામાં આવી રહ્યું છે, જે તમારો પહેલો ઓપ્શન બની શકે છે.
2/7

ટોયોટા અર્બન ક્રૂઝર એક હાઇરાઇડર છે, તેને સીએનજી સાથે પણ રજૂ કરવામાં આવી હતી. જાન્યુઆરીમાં લૉન્ચ કરવામાં આવેલી આ કારની પ્રારંભિક કિંમત 13.23 લાખ રૂપિયા એક્સ-શોરૂમ છે.
3/7

આ યાદીમાં આગળનું નામ મારુતિ સુઝુકી ગ્રાન્ડ વિટારાનું છે, જે CNG વેરિઅન્ટ સાથે લૉન્ચ કરવામાં આવ્યું હતું. તેની પ્રારંભિક કિંમત 12.85 લાખ રૂપિયા એક્સ-શોરૂમ છે.
4/7

આ વર્ષે મે મહિનામાં ટાટા મોટર્સે તેની અલ્ટ્રૉઝને CNG વેરિઅન્ટમાં લૉન્ચ કરી હતી. જે 7.55 લાખ રૂપિયાથી લઈને 10.55 લાખ રૂપિયા એક્સ-શોરૂમ સુધીની કિંમતમાં ખરીદી શકાય છે.
5/7

મારુતિ બ્રેઝાનું CNG વેરિઅન્ટ પણ આ વર્ષે રજૂ કરવામાં આવ્યું હતું, જે CNG સાથે ઓફર કરવામાં આવતી પ્રથમ કૉમ્પેક્ટ SUV બની હતી. માર્ચમાં લૉન્ચ કરવામાં આવેલી આ કારની પ્રારંભિક કિંમત 9.24 લાખ રૂપિયા એક્સ-શોરૂમ છે.
6/7

ટાટા પંચ એ ટાટાની નવી માઇક્રો એસયુવી છે, જે આ વર્ષે લૉન્ચ કરવામાં આવી હતી. તે પાંચ CNG વેરિઅન્ટ સાથે લોન્ચ કરવામાં આવી હતી, જેની પ્રારંભિક કિંમત 7.10 લાખ રૂપિયા એક્સ-શોરૂમ છે.
7/7

ટાટાએ તેની ટિયાગો હેચબેક અને સેડાન ટિગોરને CNG વેરિઅન્ટ્સમાં પણ લૉન્ચ કર્યું, જેની પ્રારંભિક કિંમતો અનુક્રમે 6.55 લાખ રૂપિયા અને 8.20 લાખ રૂપિયા એક્સ-શોરૂમ છે.
Published at : 18 Dec 2023 11:45 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
આઈપીએલ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
