શોધખોળ કરો
Keeway Vieste 300 review: રૂ. 3.25 લાખમાં આવતા મેક્સી સ્કૂટર Keeway Vieste 300ના ફિચર્સનો રિવ્યું
ભારતીય સ્કૂટર હવે માત્ર એક ઉપયોગનું સાધન બનીને નથી રહી ગયું. હાલના સમયમાં સ્કૂટર લેવામાં પણ આપણે વધુને વધુ પ્રીમિયમ ઓફરો જોતા હોઈએ છીએ.
Keeway Vieste 300
1/5

ભારતીય માર્કેટમાં મેક્સી-સ્કૂટર્સ પ્રકારના સ્કૂટર ઓછા પ્લેયર સાથે એક નવો સેગમેન્ટ છે. જો કે હવે આવા સ્કૂટરમાં પણ વધુ ફિચર્સ જોવામાં આવી રહ્યા છે. હંગેરિયન બ્રાન્ડ, કીવે (Keeway) મેક્સી-સ્કૂટર્સ પ્રકારનું સ્કૂટર ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું છે અને તે જ માલિક હોવાને કારણે તે બેનેલીને સિસ્ટર બ્રાન્ડ તરીકે પણ ગણવામાં આવે છે. અમે આ સ્કૂટરની સમીક્ષા માટે Keeway Vieste 300 પર સવારી કરી. ચાલો તમને જણાવીએ આ સ્કૂટરના તમામ ફિચર્સ
2/5

Vieste 300 એ અગ્રેસીવ લાઈન સાથેનું એક મોટું મેક્સી-સ્કૂટર છે અને ફ્રન્ટ ખાસ કરીને ઊંચી વિન્ડસ્ક્રીન સાથે LED હેડલેમ્પને જે રીતે ડિઝાઇન કરવામાં આવી રહી છે તેના કારણે તે શાર્પ દેખાય છે. મોટા ડિસ્પ્લે સાથે રાઇડિંગ પોઝિશન પણ ઘણી સારી છે જે એનાલોગ/ડિજિટલનું મિશ્રણ છે. કોઈપણ મેક્સી-સ્કૂટરની જેમ તમારે તમારા પગ બંને બાજુ રાખવા પડશે. બીજી સરસ વસ્તુ પોર્શ જેવી કીલેસ ફોબ છે જે ખૂબ પ્રીમિયમ પણ લાગે છે.
Published at : 07 Aug 2022 02:46 PM (IST)
આગળ જુઓ




















