શોધખોળ કરો
કેનરા બેન્કમાં નોકરી મેળવવાની શાનદાર તક, મહિને 1,00,000 રૂપિયા મળશે પગાર
કેનરા બેન્કમાં નોકરી મેળવવા માંગતા યુવાનો માટે સારા સમાચાર છે. કેનરા બેન્કની આ ભરતી સંબંધિત યોગ્યતા ધરાવતા કોઈપણ ઉમેદવાર સત્તાવાર વેબસાઇટ canarabank.com દ્વારા અરજી કરી શકે છે.

પ્રતિકાત્મક તસવીર
1/5

કેનરા બેન્કમાં નોકરી મેળવવા માંગતા યુવાનો માટે સારા સમાચાર છે. કેનરા બેન્કની આ ભરતી સંબંધિત યોગ્યતા ધરાવતા કોઈપણ ઉમેદવાર સત્તાવાર વેબસાઇટ canarabank.com દ્વારા અરજી કરી શકે છે. બેન્કે નિયમિત ધોરણે મિડલ મેનેજમેન્ટ ગ્રેડ (એમએમજી) સ્કેલ II અને સ્કેલ III માં સ્પેશ્યાલિસ્ટ અધિકારી (કંપની સચિવ) ની જગ્યાઓ માટે ખાલી જગ્યાઓ બહાર પાડી છે. આ માટે અરજી શરૂ થઈ ગઈ છે.
2/5

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો કેનરા બેન્કની આ ભરતી માટે 20મી ઑક્ટોબરના રોજ અથવા તે પહેલાં અરજી કરી શકે છે. આ ભરતી દ્વારા કુલ 6 જગ્યાઓ ભરવામાં આવનાર છે. જો તમે પણ કેનરામાં આ પોસ્ટ્સ પર કામ કરવા માંગો છો.
3/5

કેનરા બેન્કમાં MMGS-II અને MMGS-III ની પોસ્ટ પર નોકરી મેળવવાની તક છે. આ ભરતી માટે 06 જગ્યાઓ ઉપલબ્ધ છે. MMG સ્કેલ II- 3, MMG સ્કેલ III- 3 પોસ્ટ ખાલી છે. અરજી કરનારા જનરલ કેટેગરીના ઉમેદવારોએ 600 રૂપિયા અને જીએસટી ચૂકવવો પડશે.
4/5

MMGS સ્કેલ II - ઉમેદવારોની લઘુત્તમ વય 25 વર્ષ અને મહત્તમ વય 30 વર્ષ હોવી જોઈએ. MMGS સ્કેલ III - અરજી કરનારાઓની વય મર્યાદા 28 વર્ષથી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ. કેનરા બેન્કની આ ભરતી માટે અરજી કરનાર કોઈપણ વ્યક્તિ પાસે સત્તાવાર સૂચનામાં આપવામાં આવેલી સંબંધિત લાયકાત હોવી આવશ્યક છે. પસંદગી થયેલા ઉમેદવારને 64,820 રૂપિયાથી લઇને 1,05,280 રૂપિયા મહિને પગાર આપવામાં આવશે.
5/5

જો તમે પણ કેનરા બેન્ક ભરતી 2024 માટે અરજી કરવાનું વિચારી રહ્યા છો તો તમારે નીચે આપેલ કેટેગરી મુજબ અરજી ફી ચૂકવવી પડશે. કોઈપણ ઉમેદવાર કે જે કેનરા બેન્ક ભરતી 2024 માટે અરજી કરવાનું વિચારી રહ્યા છે તેમની પસંદગી ઓનલાઈન ટેસ્ટ અને ઈન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે.
Published at : 04 Oct 2024 09:56 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દેશ
દુનિયા
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
