શોધખોળ કરો
માત્ર ઈન્ટરવ્યું આપવાથી મળી જશે નોકરી, આ બેંકમાં લેખિત પરીક્ષા આપ્યા વગર કરાશે ભરતી
નોકરીની તૈયારી કરતા યુવાનો માટે બેંકમાં નોકરી કરવાની એક શાનદાર તક સામે આવી છે.
પ્રતિકાત્મક તસવીર
1/7

જો તમે બેંકિંગ અને ફાઇનાન્સ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનું સ્વપ્ન જોઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. કેનેરા બેંક સિક્યોરિટીઝ લિમિટેડ (CBSL) એ યુવાનો માટે એક શાનદાર તક લાવી છે. કંપનીએ ટ્રેઇની (સેલ્સ અને માર્કેટિંગ) ની જગ્યાઓ પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યુ છે. ખાસ વાત એ છે કે ઉમેદવારોએ કોઈપણ પ્રકારની લેખિત પરીક્ષા આપવાની રહેશે નહીં, પરંતુ પસંદગી ફક્ત ઇન્ટરવ્યુના આધારે થશે.
2/7

આ ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને ઉમેદવારો પાસે 6 ઓક્ટોબર 2025 (સાંજે 6 વાગ્યા સુધી) સુધીનો સમય છે. અરજી ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કરી શકાય છે.
Published at : 08 Sep 2025 04:07 PM (IST)
આગળ જુઓ




















