શોધખોળ કરો
IB Jobs 2025: ઈન્ટેલિજન્સ બ્યૂરોમાં બહાર પડી 4987 પદો પર ભરતી, 10 પાસ પણ કરી શકશે અરજી
જો તમે ભારતના પ્રતિષ્ઠિત ઇન્ટેલિજન્સ બ્યુરોમાં કામ કરવાનું સ્વપ્ન જોઈ રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. ગૃહ મંત્રાલય હેઠળના ઇન્ટેલિજન્સ બ્યુરોએ બમ્પર ભરતીની જાહેરાત કરી છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

જો તમે ભારતના પ્રતિષ્ઠિત ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) માં કામ કરવાનું સ્વપ્ન જોઈ રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. ગૃહ મંત્રાલય હેઠળના ઇન્ટેલિજન્સ બ્યુરોએ સિક્યોરિટી આસિસ્ટન્ટ અને એક્ઝિક્યુટિવની જગ્યાઓ માટે બમ્પર ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 4987 જગ્યાઓ પર લાયક ઉમેદવારોની નિમણૂક કરવામાં આવશે. આ ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા 26 જુલાઈ 2025થી શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા ઉમેદવારો 17 ઓગસ્ટ 2025 સુધી અરજી કરી શકે છે. ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ 19 ઓગસ્ટ 2025 નક્કી કરવામાં આવી છે.
2/6

આ પોસ્ટ માટે અરજી કરવા માટે ઉમેદવાર પાસે માન્ય બોર્ડમાંથી 10મું પાસ કર્યું હોવાનું પ્રમાણપત્ર હોવું આવશ્યક છે. આ ઉપરાંત જેની પાસે તેને લગતી અન્ય જરૂરી લાયકાત છે તેઓ પણ અરજી કરી શકે છે. પસંદ કરાયેલા ઉમેદવારોને દર મહિને 21,700 રૂપિયાથી લઈને 69,100 રૂપિયા સુધીનો પગાર મળશે. આ પગાર કેન્દ્ર સરકારના પગાર ધોરણ અનુસાર નક્કી કરવામાં આવ્યો છે, જે સમયાંતરે વધતો રહે છે.
Published at : 30 Jul 2025 01:35 PM (IST)
આગળ જુઓ





















