શોધખોળ કરો
Aamir Khan Kiran Rao Divorce: આમિર ખાને 9 વર્ષ નાની કિરણ રાવ સાથે લગ્ન કર્યા હતા, એક ફોન કોલથી જ થઈ ગયો હતો ઇમ્પ્રેસ
આમિર ખાન-કિરણ રાવ
1/8

15 વર્ષના લગ્નજીવન બાદ આમિર ખાન અને કિરણ રાવે છૂટાછેડાની જાહેરાત કરી છે. આમિર અને કિરણે એક સંયુક્ત નિવેદનમાં આ વાતની જાહેરાત કીર છે કે હવે બન્નેના રસ્તા અલગ થઈ રહ્યા છે. બન્ને હવે પોતાનું જીવન પતિ-પત્નીના બદલે અલગ અલગ જીવશે. આ સમાચાર ફેન્સ માટે ચોંકાવનારા છે.
2/8

આમિર ખાન અને કિરણ રાવે પોતાના નિવેદનમાં લખ્યું, ‘આ 15 સુંદર વર્ષોમાં અમે એક સાથે જીવનભરનો અનુભવ, આનંદ અ ખુશી શેર કર્યા છે. મારા સંબંધ માત્ર વિશ્વાસ, સન્માન અને પ્રેમમાં વધ્યો છે. હવે અમે અમારા જીવનનો એક નવો અધ્યાય શરૂ કરવા માગીએ છીએ. પતિ-પત્ની તરીકે નહીં, પરંતુ સહ-માતા-પિતા અને પરિવાર તરીકે. અમે કેટલાક સમય પહેલા અલગ થવાનો પ્લાન શરૂ કર્યો હતો. હવે આ વ્યવસ્થાને ઔપચારિક રૂપ આપવામાં સહજ અનુભવીએ છીએ.’
Published at : 03 Jul 2021 01:55 PM (IST)
આગળ જુઓ





















