શોધખોળ કરો
જ્હાન્વી કપૂરે પોતાના મુંબઇના ઘરમાંથી બતાવ્યો સનસેટનો અદભૂત નજારો, જુઓ સુંદર તસવીરો
Janhvi_Kapoor_Photos
1/6

મુંબઇઃ ફિલ્મ ધડકથી બૉલીવુડમાં પોતાની કેરિયરની શરૂઆત કરનારી એક્ટ્રેસ જ્હાન્વી કપૂરે બહુજ ઓછા સમયમાં સફળતા હાંસલ કરી લીધી છે. જ્હાન્વી કપૂર પોતાની એક્ટિંગની સાથે સાથે પોતાના ડાન્સ માટે પણ જાણીતી છે. તે સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને ફેન્સને એન્ટરટેન કરવાની કોશિશ કરતી રહે છે. તાજેતરમાં જ જ્હાન્વી કપૂર ઇન્સ્ટાગ્રામ પર પોતાના મુંબઇ વાળા ઘરની સુંદર તસવીરો શેર કરી છે, જે ખુબ ઝડપથી વાયરલ થઇ રહી છે.
2/6

જ્હાન્વી કપૂરે રવિવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક ફોટો શેર કર્યા છે. જેમાં તે મુંબઇના ઘરમાં કેટલાક મિત્રોની સાથે મસ્તી કરતી દેખાઇ રહી છે.
3/6

આ તસવીરોમાં જ્હાન્વી કપૂરની સાથે તેના બે દોસ્તો પણ દેખાઇ રહ્યાં છે. જેની સાથે ખુબ ખુશ દેખાઇ રહી છે. એક તસવીરમાં તે પોતાના મિત્રની સાથે પૉઝ આપતી દેખાઇ રહી છે.
4/6

જ્હાન્વી કપૂરે આ તસવીરની સાથે કેપ્શનમાં દિલવાળી ઇમૉજી બનાવી છે, અને અત્યાર સુધી તેની તસવીર પર લાખો લાઇક્સ આવી ચૂક્યા છે.
5/6

શેર કરવામાં આવેલી તસવીરોમાં જ્હાન્વી કપૂરે પોતાની બાલકનીમાંથી સનસેટનો સુંદર નજારો બતાવ્યો છે. તસવીરોમાં જ્હાન્વી કપૂર વ્હાઇટ ટી-શર્ટ પહેરેલી દેખાઇ રહી છે.
6/6

વળી, આ પહેલા જ્હાન્વી કપૂરે એક મજેદાર રીલ પણ શેર કર્યુ હતુ, જેમાં તે પોતાના મિત્રોની સાથે એક ટ્રેન્ડિંગ સૉન્ગ પર ડાન્સ કરતી દેખાઇ હતી. આ રીલને છ મિલિયનથી વધુ વ્યૂ મળી હતા. ફેન્સે આના પર ખુબ કૉમેન્ટ પણ કરી હતી.
Published at : 11 Jun 2021 01:49 PM (IST)
આગળ જુઓ
Advertisement





















