શોધખોળ કરો
IFFM Awards: ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં કપિલ દેવ સાથે અભિષેક બચ્ચને ફરકાવ્યો તિરંગો ધ્વજ...
ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા 'ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઑફ મેલબોર્ન'માં અભિષેક બચ્ચને કપિલ દેવ સાથે ત્રિરંગો લહેરાવ્યો હતો. હવે તેની તસવીરો સામે આવી છે.
અભિષેક બચ્ચને કપિલ દેવ સાથે ત્રિરંગો લહેરાવ્યો હતો
1/8

ઓસ્ટ્રેલિયામાં 12 ઓગસ્ટથી 'ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્ન' ફેસ્ટિવલ શરૂ થયો છે, જે 30 ઓગસ્ટ સુધી ચાલશે.
2/8

આ સમારોહમાં બોલીવુડના પ્રખ્યાત અભિનેતા અભિષેક બચ્ચન મુખ્ય અતિથિ તરીકે જોડાયા છે.
3/8

દરમિયાન, ભારતના 75મા સ્વતંત્રતા દિવસના અવસર પર, અભિષેક બચ્ચને 'ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઑફ મેલબોર્ન'માં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર કપિલ દેવ સાથે ત્રિરંગો લહેરાવ્યો છે.
4/8

અભિષેક બચ્ચને તે દિવસની ખાસ તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
5/8

આ તસવીરો શેર કરતા અભિષેક બચ્ચને લખ્યું- 'ભારતના 75મા સ્વતંત્રતા દિવસના અવસર પર મેલબોર્નમાં મારા પ્રિય ભારતીય ધ્વજને લહેરાવવાની તક મળી તે એક સન્માનની વાત છે.'
6/8

અભિષેક બચ્ચને આગળ લખ્યું કે, 'કપિલ દેવજી સાથે સ્ટેજ શેર કરવું મારા માટે એક ફેન મોમેન્ટ જેવું રહ્યું છે. ઉપરાંત, અભિષેકે વિક્ટોરિયાના પ્રીમિયર ડેનિયલ એન્ડ્રુઝનો આભાર માન્યો હતો.
7/8

નોંધનીય છે કે, 14 ઓગસ્ટના રોજ 'ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્ન' (IFFM Awards 2022)માં એવોર્ડ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
8/8

આ સમારોહમાં અભિષેક બચ્ચનને લીડરશીપ ઇન સિનેમા એવોર્ડ આપવામાં આવ્યો હતો
Published at : 21 Aug 2022 08:19 PM (IST)
આગળ જુઓ





















