Bhumi Pednekar Bikini Photo: બોલીવૂડ અભિનેત્રી ભૂમિ પેડનેકર હંમેશા પોતાની તસવીરોને લઈ ચર્ચામાં રહે છે. હાલમાં જ તેણે સોશિયલ મીડિયામાં બિકીની તસવીરો શેર કરી છે. આ તસવીરમાં ભૂમિ ચોકલેટ કલરની બિકીનીમાં જોવા મળી રહી છે. આ તસવીર સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં તેણે કેપ પણ પહેરી છે.
2/4
ભૂમિ પેડનેકરે પોતાના વ્યસ્ત શેડ્યૂલ વચ્ચે ટાઈમ કાઢીને શાનદાર તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે. ભૂમિએ આ તસવીરો શેર કરતાની સાથે કેપ્શનમાં બ્રાઉન હાર્ટ આઈકન અને ઘણા હેશટેગનો ઉપયોગ કર્યો છે.
3/4
ભૂમિ પેડનેકરે પોતાના કરીયરની શરુઆત આયુષ્માન ખુરાના સાથે ફિલ્મ દમ લગા કે હઈશાથી કરી હતી. આ ફિલ્મએ બોક્સ ઓફિસ પર સારુ પ્રદર્શન કરી શાનદાર કમાણી કરી સાથે લોકોને ખૂબ પસંદ પડી હતી. આ ફિલ્મ 2015માં રિલીઝ થઈ હતી. ભૂમિ પેડનેકરને આ ફિલ્મે રાતોરાત સ્ટાર બનાવી દિધી હતી. આ ફિલ્મ બાદ ભૂમિનું ટ્રાન્સ્ફોર્મેનશ જોવા લાયક હતું. ભૂમિએ પોતાના ટેલેન્ટની બધાને દિવાના બનાવ્યા છે.
4/4
વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો ભૂમિ પેડનેકર ટોયલેટ એક પ્રેમ કથા બાદ અભિનેતા અક્ષય કુમાર સાથે આનંદ એલ રાયની ફિલ્મ રક્ષા બંધનમાં ફરી એક વખત સાથે જોવા મળશે. બાદમાં તે ભૂત ધ હોન્ટેડ શિપ એક્ટર વિક્કી કૌશલ સાથે શશાંક ખેતાની ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં કિયારા અડવાણી છે.