શોધખોળ કરો
Bollywood Kissa: ઋત્વિક રોશનની ફિલ્મ 'Krrish' માટે પ્રિયંકા ચોપરા નહી અમૃતા રાવ હતી પ્રથમ પસંદ, આ કારણે છોડી હતી ફિલ્મ
બોલિવૂડ ફિલ્મ ‘વિવાહ’માં પોતાની એક્ટિંગથી લોકોનું દિલ જીતનાર અમૃતા રાવ હાલમાં એક્ટિંગથી દૂર છે. પરંતુ તેનો ક્રેઝ ચાહકોમાં હજુ પણ છે. આવી સ્થિતિમાં અમે તમને તેની રસપ્રદ વાત જણાવી રહ્યા છીએ.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/6

બોલિવૂડ ફિલ્મ ‘વિવાહ’માં પોતાની એક્ટિંગથી લોકોનું દિલ જીતનાર અમૃતા રાવ હાલમાં એક્ટિંગથી દૂર છે. પરંતુ તેનો ક્રેઝ ચાહકોમાં હજુ પણ છે. આવી સ્થિતિમાં અમે તમને તેની રસપ્રદ વાત જણાવી રહ્યા છીએ.
2/6

વાસ્તવમાં આ વાત તે સમયની છે જ્યારે ઋત્વિક રોશનની ફિલ્મ 'ક્રિશ' રિલીઝ થઈ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી. હવે તમે વિચારતા હશો કે આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા હિરોઈન હતી, તો પછી અમૃતા રાવની વાત ક્યાંથી આવી. હવે તમારા મનમાં ઉદ્દવતા સવાલનો જવાબ આપી દઇએ. વાસ્તવમાં અમૃતા રાવ આ ફિલ્મ માટે મેકર્સની પહેલી પસંદ હતી.
3/6

આ વાતનો ખુલાસો અમૃતા રાવે પોતે હિન્દુસ્તાન ટાઈમ્સ સાથેની વાતચીતમાં કર્યો હતો. અભિનેત્રીએ કહ્યું હતું કે, 'મને 'ક્રિશ' ઓફર કરવામાં આવી હતી. પછી આ માટે મારું અને ઋત્વિક રોશનનું ફોટોશૂટ પણ થયું. પણ આમાં અમારી કેમેસ્ટ્રી જરાય જામી નહોતી.
4/6

અમૃતાએ કહ્યું હતું કે, 'હું ઊંચાઈમાં ઋત્વિક રોશન કરતાં ઘણી નાની દેખાતી હતી. આ જ કારણ છે કે મારે તે ફિલ્મ છોડવી પડી હતી. હવે હું એટલું જ કહી શકું છું કે જે પણ કોઈના નસીબમાં હોય છે તેને તે મળે છે.
5/6

નોંધનીય છે કે 'વિવાહ' સિવાય અમૃતા રાવે 'મેં હું ના' અને 'ઈશ્ક વિશ્ક' જેવી સુપરહિટ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
6/6

હવે અભિનેત્રી મોટા પડદા પર ઓછી સક્રીય છે. તેણે આરજે અનમોલ સાથે લગ્ન કર્યા છે. હવે તેઓ સાથે મળીને YouTube ચેનલ ચલાવે છે. આ દંપતી એક પુત્ર વીરના માતા-પિતા પણ છે.
Published at : 19 Jun 2023 08:09 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દેશ
દુનિયા
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
