શોધખોળ કરો
Bollywood Kissa: સનીને જોતા જ થરથર ધ્રુજવા લાગી હતી પ્રિયંકા, જાણો કહાની
'સિટાડેલ' જેવી વેબ સિરીઝમાં ભયંકર અને ખૂબ જ ધાંસૂ જાસૂસની ભૂમિકા ભજવનાર પ્રિયંકા ચોપરા જ્યારે સની દેઓલને પહેલીવાર મળી ત્યારે તે ડરથી ધ્રૂજવા લાગી હતી. જાણો શું છે આખી કહાની...

Priyanka Chopra
1/7

પ્રિયંકા ચોપરાએ માત્ર ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જ નહીં પરંતુ વિદેશી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ઘણી ઓળખ મેળવી છે. સૌંદર્ય સ્પર્ધાથી શરૂ થયેલી તેની કારકિર્દી આજે માત્ર ઉંચાઈ પર નથી, પરંતુ તેની સખત મહેનતના કારણે પ્રિયંકાએ સિનેમા જગતમાં તે સ્થાન હાંસલ કર્યું છે જે બહુ ઓછી અભિનેત્રીઓ કરી શકી છે.
2/7

નિક જોનાસ સાથેના લગ્ન બાદ પ્રિયંકા ચોપરા હવે અમેરિકામાં સેટલ છે. થોડા સમય પહેલા તે લગભગ ત્રણ વર્ષના લાંબા અંતરાલ પછી ભારત આવી હતી અને તેણે દિલ્હી, લખનૌ સહિત ઘણા શહેરોની મુલાકાત લીધી હતી.
3/7

મુંબઈમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન પ્રિયંકાએ પોતાના કરિયર સાથે જોડાયેલી ઘણી વાતો જણાવી હતી. આ દરમિયાન પ્રિયંકા ચોપરાએ જણાવ્યું હતું કે, જ્યારે તે પહેલીવાર સની દેઓલને મળી ત્યારે તે કેટલી ડરી ગઈ હતી.
4/7

સની દેઓલ સાથેની તેની પ્રથમ મુલાકાતની કહાની કહી સંભળાવતા પ્રિયંકાએ કહ્યું હતું કે, જ્યારે મેં ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો ત્યારે મારી ઉંમર માત્ર 17 વર્ષની હતી. મેં સની દેઓલને પહેલીવાર ફિલ્મ 'ધ હીરો'ના સેટ પર જોયો હતો. હું એક નાનકડા શહેર બરેલીથી આવું છું અને બાળપણથી જ સની દેઓલની ફિલ્મો જોઈને મોટી થઈ છું.
5/7

જેથી જ્યારે હું સની દેઓલને પહેલીવાર મળી ત્યારે હું ડરથી ધ્રૂજી રહી હતી. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું સની દેઓલ સાથે ફિલ્મમાં કામ કરીશ.
6/7

આ સાથે જ તેણે અમેરિકન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાના અનુભવ વિશે પણ વાત કરી હતી. આ અંગે પ્રિયંકાએ કહ્યું હતું કે, હોલીવુડમાં કામ કરવું એટલું સરળ નથી જેટલું લોકો વિચારે છે. નાની ભૂમિકાઓથી શરૂઆત કરીને મેં મોટી ભૂમિકાઓ હાંસલ કરી છે.
7/7

અભિનેત્રીએ વધુમાં કહ્યું હતું કે, હું મારા સહ કલાકારોને સાંભળું છું. હું તેમના અનુભવોમાંથી પણ ઘણું શીખી છું. હું દરરોજ કંઈક સારું કરવાનો પ્રયાસ કરું છું.
Published at : 02 Jul 2023 08:39 PM (IST)
આગળ જુઓ
Advertisement