શોધખોળ કરો
Celina Jaitly Pics: સેલિના જેટલીએ આ રીતે સેલિબ્રેટ કરી મેરેજ એનિવર્સરી, સામે આવી રોમેન્ટિક તસવીરો
બોલિવૂડ એક્ટ્રેસ સેલિના જેટલીએ ફિલ્મ 'જાનશીન'થી ખળભળાટ મચાવ્યો હતો

Celina Jaitly
1/8

બોલિવૂડ એક્ટ્રેસ સેલિના જેટલીએ ફિલ્મ 'જાનશીન'થી ખળભળાટ મચાવ્યો હતો. 23 સપ્ટેમ્બરના રોજ, સેલિનાએ તેની 12મી લગ્નની એનિવર્સરી ઉજવણી કરી હતી.
2/8

હાલમાં સેલિના ફિલ્મી દુનિયાથી દૂર છે, પરંતુ તે અવારનવાર પોતાની લેટેસ્ટ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
3/8

સેલિના જેટલીએ 23મી સપ્ટેમ્બરે પોતાની 12મી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી. સેલિનાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે.
4/8

સેલિના જેટલીએ લગ્નના 12 વર્ષ પૂર્ણ થવા પર ઈન્સ્ટાગ્રામ પર પતિ પીટર હોગ સાથેની કેટલીક રોમેન્ટિક તસવીરો પોસ્ટ કરી છે.
5/8

પતિ સાથે સેલિના જેટલીની આ રોમેન્ટિક તસવીરોમાં તમે જોઈ શકો છો કે આ બંને કપલ વચ્ચે ખૂબ ર પ્રેમ છે.
6/8

સેલિના જેટલીએ આ ફોટાના કેપ્શનમાં લખ્યું છે કે આજથી 12 વર્ષ પહેલા મેં કહ્યું હતું કે આઇ ડુ ઇટ અને તે પછી બે જોડિયા સહિત એક ડઝન વર્ષ શાનદાર રહ્યા છે.
7/8

સેલિના જેટલીની આ અદભૂત તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.
8/8

હાલમાં સેલિના જેટલી ઓસ્ટ્રિયામાં પોતાના પરિવાર સાથે સુખી જીવન જીવી રહી છે. સેલિના પણ સોશિયલ મીડિયા પર તેના પરિવારના શાનદાર ફોટા શેર કરતી રહે છે.નોંધનીય છે કે સેલિના જેટલીના ફિલ્મી કરિયર દરમિયાન સેલિનાએ બોલિવૂડમાં જાનશીન, નો એન્ટ્રી, અપના સપના મની મની અને ગોલમાલ રિટર્ન્સ જેવી ઘણી ફિલ્મો કરી છે.
Published at : 25 Sep 2022 02:09 PM (IST)
આગળ જુઓ
Advertisement