શોધખોળ કરો
Randeep-Lin Reception: રણદીપ અને લિન લેશરામે આપી રિસેપ્શન પાર્ટી, તમન્ના અને વિજય સહિતના આ સ્ટાર્સ પહોચ્યા
Randeep Hooda Lin Laishram Photos: બોલિવૂડ એક્ટર રણદીપ હુડા અને લિન લેશરામે તેમના લગ્ન બાદ હવે મુંબઈમાં ભવ્ય રિસેપ્શન આપ્યું છે. જેમાં કપલનો રોયલ લુક જોવા મળ્યો હતો.

તમન્ના ભાટિયા, વિજય વર્મા
1/12

Randeep Hooda Lin Laishram Photos: બોલિવૂડ એક્ટર રણદીપ હુડા અને લિન લેશરામે તેમના લગ્ન બાદ હવે મુંબઈમાં ભવ્ય રિસેપ્શન આપ્યું છે. જેમાં કપલનો રોયલ લુક જોવા મળ્યો હતો.
2/12

Randeep Hooda Lin Laishram Wedding Reception: રણદીપ હુડાએ 11, ડિસેમ્બરે મુંબઈમાં ભવ્ય રિસેપ્શનનું આયોજન કર્યું હતું. જેમાં વિજય વર્મા તેની લેડી લવ તમન્ના ભાટિયાનો હાથ પકડીને પહોંચ્યો હતો.
3/12

રણદીપ હુડ્ડા અને લીન લેશરામે આજે મુંબઈમાં વેડિંગ રિસેપ્શનનું આયોજન કર્યું હતું. જેમાં બી-ટાઉનના ઘણા મોટા સ્ટાર્સે ભાગ લીધો હતો.
4/12

આ રિસેપ્શનમાં વિજય વર્મા તેની પ્રેમિકા તમન્ના ભાટિયા સાથે પહોંચ્યા હતા. જેની તસવીરો હવે સોશિયલ મીડિયા પર સામે આવી છે. તમન્ના ભાટિયા ફ્લોરલ સાડીમાં જોવા મળી હતી
5/12

રણદીપ હુડ્ડાએ તેની ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી લીન લેશરામ સાથે 29 નવેમ્બરના રોજ ઇમ્ફાલ, મણિપુરમાં મૈતેઇ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. અભિનેતાના લગ્ન તેની સાદગી અને પરંપરાગત શૈલીના કારણે ચર્ચામાં રહે છે.
6/12

રણદીપ અને લીને મુંબઈમાં ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ માટે ભવ્ય રિસેપ્શન પાર્ટીનું આયોજન કર્યું હતું, જેની તસવીરો સામે આવી છે. શરદ કેલકર પણ પાર્ટીમાં પહોંચ્યો હતો.
7/12

આ કપલના રિસેપ્શનમાં બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સ જોવા મળ્યા હતા. રણદીપ અને લીન લેશરામે તેમના મહેમાનોનું ભવ્ય સ્વાગત કર્યું. બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા પણ પાર્ટીમાં સુંદર લાગી રહી હતી
8/12

સયાની ગુપ્તા, ઇમ્તિયાઝ અલી અને તેમની પુત્રી ઇદા અલી, માનવી ગગરૂ, મોના સિંહ, આહાના કુમરા, દર્શન કુમાર, ચંકી પાંડે, જાવેદ જાફરી, વિશાલ ભારદ્વાજ અને તેમની પત્ની આશુતોષ ગોવારિકર જેવા સ્ટાર્સ પાર્ટીમાં સામેલ થયા હતા.
9/12

રિસેપ્શન પાર્ટીમાં રસિકા દુગ્ગલ, ગજરાજ રાવ, શિબાની બેદી, પત્ની સાથે સની હિન્દુજા, ટિસ્કા ચોપરા, દર્શન કુમાર, રજનીશ દુગ્ગલ પત્ની સાથે, વિશાલ ભારદ્વાજ પત્ની સાથે, વિવાન શાહ, ફૈઝલ મલિક અને આદિએ પણ દંપતિને આશીર્વાદ આપ્યા હતા
10/12

આ દરમિયાન બધાની નજર રણદીપ હુડ્ડા અને લીન લેશરામ પર ટકેલી હતી. બંનેએ એકબીજા સાથે રોમેન્ટિક પોઝ આપતા અનેક ફોટોગ્રાફ્સ આપ્યા હતા. બંને સાથે ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા.
11/12

રણદીપ હુડાના માતા-પિતા અને બહેને રિસેપ્શનમાં ગ્લેમર ઉમેર્યું હતું. જ્યારે લિન લેશરામના માતા-પિતા અને ભાઈની પરંપરાગત શૈલીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. કપલના રિસેપ્શનની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
12/12

આશુતોષ ગોવારિકર પણ રિસેપ્શન પાર્ટીમાં પહોંચ્યા હતા.
Published at : 12 Dec 2023 11:54 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
શિક્ષણ
આઈપીએલ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
