શોધખોળ કરો
Richa Chadda Ali Fazal Wedding: રિચા ચઢ્ઢા અને અલી ફઝલ કરશે લગ્ન, આ રીતે શરુ થઈ હતી લવ સ્ટોરી...
Richa Chadda Ali Fazal Love Story: રિચા ચઢ્ઢા અને અલી ફઝલ આખરે લગ્ન કરવા જઈ રહ્યા છે. તેમની લવ સ્ટોરી ખૂબ જ મીઠી છે. તો ચાલો તમને આ કપલના પ્રેમની સફર કરાવીએ.
![Richa Chadda Ali Fazal Love Story: રિચા ચઢ્ઢા અને અલી ફઝલ આખરે લગ્ન કરવા જઈ રહ્યા છે. તેમની લવ સ્ટોરી ખૂબ જ મીઠી છે. તો ચાલો તમને આ કપલના પ્રેમની સફર કરાવીએ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/07/9306719ec4f19fae1341b7e1d85e01161662560212815391_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રિચા ચઢ્ઢા, અલી ફઝલ
1/8
![ઘણીવાર એવું જોવા મળે છે કે કોઈ પણ રિલેશનશીપમાં છોકરો જ સૌથી પહેલા પ્રપોઝ કરે છે, પરંતુ રિચા ચઢ્ઢા અને અલી ફઝલના મામલામાં બિલકુલ ઊલટું થયું. ફિલ્મી લોકોની રિયલ લવ સ્ટોરી પણ એક ફિલ્મી હોય છે અને આ લવસ્ટોરી પણ એવી જ છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ઘણીવાર એવું જોવા મળે છે કે કોઈ પણ રિલેશનશીપમાં છોકરો જ સૌથી પહેલા પ્રપોઝ કરે છે, પરંતુ રિચા ચઢ્ઢા અને અલી ફઝલના મામલામાં બિલકુલ ઊલટું થયું. ફિલ્મી લોકોની રિયલ લવ સ્ટોરી પણ એક ફિલ્મી હોય છે અને આ લવસ્ટોરી પણ એવી જ છે.
2/8
![રિચા અને અલીની લવ સ્ટોરી 2012માં ફિલ્મ 'ફુકરે'ના સેટ પર શરૂ થઈ હતી, પરંતુ તે પહેલી નજરનો પ્રેમ નહોતો. બંને વચ્ચે પ્રથમ મિત્રતા થઈ હતી અને પછી મુલાકાતો વધી જે પ્રેમની ચિનગારી ભડકાવામમાં મદદરુપ થઈ હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/07/fe5df232cafa4c4e0f1a0294418e56606394d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રિચા અને અલીની લવ સ્ટોરી 2012માં ફિલ્મ 'ફુકરે'ના સેટ પર શરૂ થઈ હતી, પરંતુ તે પહેલી નજરનો પ્રેમ નહોતો. બંને વચ્ચે પ્રથમ મિત્રતા થઈ હતી અને પછી મુલાકાતો વધી જે પ્રેમની ચિનગારી ભડકાવામમાં મદદરુપ થઈ હતી.
3/8
![રિચા બિન્દાસ સ્વભાવની અભિનેત્રી છે. તે ફિલ્મોમાં તેના પાત્રો સાથે પ્રયોગ કરવા માટે જાણીતી છે. રિયલ લાઈફમાં પણ એકદમ બોલ્ડ છે. તેથી, અલી પ્રત્યેના પ્રેમનો અહેસાસ થતાં જ તેણે પોતે પહેલ કરી અને વ્યક્ત કરી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/07/18e2999891374a475d0687ca9f989d83c86e3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રિચા બિન્દાસ સ્વભાવની અભિનેત્રી છે. તે ફિલ્મોમાં તેના પાત્રો સાથે પ્રયોગ કરવા માટે જાણીતી છે. રિયલ લાઈફમાં પણ એકદમ બોલ્ડ છે. તેથી, અલી પ્રત્યેના પ્રેમનો અહેસાસ થતાં જ તેણે પોતે પહેલ કરી અને વ્યક્ત કરી.
4/8
![રિચા અલીના ઘરે ફિલ્મ 'ચેપ્લિન' જોઈ રહી હતી. ત્યારબાદ તેણે અલીને 'આઈ લવ યુ' કહીને પ્રપોઝ કર્યું હતું. જોકે અલીએ તેને જવાબ આપવામાં ત્રણ મહિનાનો સમય લીધો હતો.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
રિચા અલીના ઘરે ફિલ્મ 'ચેપ્લિન' જોઈ રહી હતી. ત્યારબાદ તેણે અલીને 'આઈ લવ યુ' કહીને પ્રપોઝ કર્યું હતું. જોકે અલીએ તેને જવાબ આપવામાં ત્રણ મહિનાનો સમય લીધો હતો.
5/8
![અલીએ આઈ લવ યુ બોલતા જ બંનેની લવસ્ટોરી શરૂ થઈ ગઈ હતી. જોકે બંનેએ લગભગ પાંચ વર્ષ સુધી પોતાના સંબંધોને દુનિયાથી છુપાવીને રાખ્યા હતા. જ્યારે તેઓ એકબીજા વિશે ચોક્કસ હતા, ત્યારે આ કપલે તેમના સંબંધને જાહેર કર્યો હતો.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
અલીએ આઈ લવ યુ બોલતા જ બંનેની લવસ્ટોરી શરૂ થઈ ગઈ હતી. જોકે બંનેએ લગભગ પાંચ વર્ષ સુધી પોતાના સંબંધોને દુનિયાથી છુપાવીને રાખ્યા હતા. જ્યારે તેઓ એકબીજા વિશે ચોક્કસ હતા, ત્યારે આ કપલે તેમના સંબંધને જાહેર કર્યો હતો.
6/8
![વેનિસમાં 'વિક્ટોરિયા એન્ડ અબ્દુલ'ના વર્લ્ડ પ્રીમિયરમાં રિચા અને અલી પહેલીવાર જાહેરમાં સાથે જોવા મળ્યા હતા. આખી દુનિયાને પોતાના સંબંધો વિશે જણાવવાની આ રીત દરેકને પસંદ પડી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/07/30e62fddc14c05988b44e7c02788e187e0d9e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વેનિસમાં 'વિક્ટોરિયા એન્ડ અબ્દુલ'ના વર્લ્ડ પ્રીમિયરમાં રિચા અને અલી પહેલીવાર જાહેરમાં સાથે જોવા મળ્યા હતા. આખી દુનિયાને પોતાના સંબંધો વિશે જણાવવાની આ રીત દરેકને પસંદ પડી હતી.
7/8
![અલીએ માલદીવમાં ફિલ્મી સ્ટાઈલમાં રિચાને પ્રપોઝ પણ કર્યું હતું. તે રિચાને ડિનર પર લઈ ગયો અને જમવાનું પૂરું થતાં જ અલીએ શેમ્પેઈનની બોટલ ખોલી અને ઘૂંટણિયે બેસીને રિચાને પૂછ્યું, 'શું તું મારી સાથે લગ્ન કરીશ?' અને રિચાએ હા પાડી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
અલીએ માલદીવમાં ફિલ્મી સ્ટાઈલમાં રિચાને પ્રપોઝ પણ કર્યું હતું. તે રિચાને ડિનર પર લઈ ગયો અને જમવાનું પૂરું થતાં જ અલીએ શેમ્પેઈનની બોટલ ખોલી અને ઘૂંટણિયે બેસીને રિચાને પૂછ્યું, 'શું તું મારી સાથે લગ્ન કરીશ?' અને રિચાએ હા પાડી હતી.
8/8
![હવે આખરે રિચા અને અલી લગ્ન કરવા જઈ રહ્યાં છે. અહેવાલો અનુસાર, બંને સપ્ટેમ્બરના અંતમાં લગ્નના બંધનમાં બંધાશે. આ ફંક્શન પાંચ દિવસ ચાલશે અને દિલ્હી-મુંબઈમાં ભવ્ય સ્વાગત કરવાની સંપૂર્ણ તૈયારી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/07/8cda81fc7ad906927144235dda5fdf157aeb6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હવે આખરે રિચા અને અલી લગ્ન કરવા જઈ રહ્યાં છે. અહેવાલો અનુસાર, બંને સપ્ટેમ્બરના અંતમાં લગ્નના બંધનમાં બંધાશે. આ ફંક્શન પાંચ દિવસ ચાલશે અને દિલ્હી-મુંબઈમાં ભવ્ય સ્વાગત કરવાની સંપૂર્ણ તૈયારી છે.
Published at : 07 Sep 2022 07:48 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)