VIDEO: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાકુંભમાં, ગંગા નદીના ત્રિવેણી સંગમમાં લગાવી આસ્થાની ડુબકી
Mahakumbh 2025: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે શુક્રવાર તા.૭ ફેબ્રુઆરીએ બપોરે પ્રયાગરાજના કુંભ મેળામાં ત્રિવેણી સંગમ ખાતે શ્રદ્વા ભક્તિપૂર્વક પવિત્ર સ્નાન કર્યુ હતુ

Mahakumbh 2025: દુનિયાના સૌથી મોટા ધાર્મિક મેળા મહાકુંભમાં આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા, આજે સવારે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ પહોંચ્યા બાદ બપોરે પવિત્ર ગંગા નદીના ત્રિવેણી સંગમમાં આસ્થાની ડુબકી લગાવી હતી. ભૂપેન્દ્ર પટેલે પ્રયાગરાજના ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરીને અર્ઘ્ય અર્પણ કર્યુ હતુ. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે શુક્રવાર તા.૭ ફેબ્રુઆરીએ બપોરે પ્રયાગરાજના કુંભ મેળામાં ત્રિવેણી સંગમ ખાતે શ્રદ્વા ભક્તિપૂર્વક પવિત્ર સ્નાન કર્યુ હતુ અને સાથે જળ અર્ઘ્ય અર્પણ કર્યા હતા. આ દરમિયાન અધિકારીઓ અને શ્રદ્ધાળુઓ પણ હાજર રહ્યાં હતા. મુખ્યમંત્રીએ શુક્રવારે સવારે પ્રયાગરાજ પહોંચીને સૌ પ્રથમ બડે હનુમાનજી મંદિરમાં પુજન, દર્શન અને આરતી કર્યા હતા અને સૌના સુખ સમૃદ્ધિ તથા પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વની સરકારે પ્રયાગરાજ આવતા યાત્રીઓ માટે કરેલી વ્યવસ્થાઓની પ્રશંસા કરી હતી. તેમણે ખાસ કરીને સફાઈ-સ્વચ્છતાનું ધ્યાન રાખવા સાથે યાત્રિકોને કુંભ સ્નાન માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે તે ખૂબ જ સુંદર અને આયોજનબદ્ધ છે તેમ પણ જણાવ્યું હતું.
VIDEO | Maha Kumbh 2025: Gujarat CM Bhupendra Patel (@Bhupendrapbjp ) takes a holy dip in Triveni Sangam at Prayagraj.
— Press Trust of India (@PTI_News) February 7, 2025
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/6R4yJe4HGb
કરોડો ભક્તોના શ્રદ્ધા અને આસ્થા કેન્દ્ર પ્રયાગરાજમાં યોજાયેલા કુંભમેળામાં કુંભ સ્નાન માટે દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આવે છે. ગુજરાતમાંથી પણ આ મેળામાં વિશાળ સંખ્યામાં જતા યાત્રાળુઓની સુવિધા માટે ગુજરાત ટૂરિઝમ કોર્પોરેશન દ્વારા ઉભા કરવામાં આવેલા ગુજરાત પેવેલીયનની મુલાકાત પણ મુખ્યમંત્રીશ્રીએ લીધી હતી.
સંગમ નોજ મહાકુંભનું મુખ્ય સ્થળ છે
સંગમ નોજ એ પ્રયાગરાજમાં મહા કુંભ મેળાના સ્થળે આવેલું એક મુખ્ય સ્નાન સ્થળ છે. આ સ્થળના આકારને કારણે સંગમ નાક નામ આપવામાં આવ્યું છે. આ સ્થળ સ્નાન માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
સંગમ નોજનું મહત્વ
એવું કહેવાય છે કે આ તે જગ્યા છે જ્યાં યમુના અને સરસ્વતી નદીઓ ગંગાને મળે છે. સાધુઓ, સંતો અને ભક્તો સંગમ નોજને સ્નાન માટે શ્રેષ્ઠ સ્થળ માને છે અને અહીં ખાસ સ્નાનનું આયોજન કરવામાં આવે છે. આ કારણે દરેક કુંભ અને મહાકુંભમાં સ્નાન માટે અહીં મોટી ભીડ પહોંચે છે અને આ વખતે પણ એવું જ બન્યું.
પાણીનો રંગ અલગ દેખાય છે
સંગમ નોજ પર બંને નદીઓનું પાણી અલગ અલગ રંગોમાં દેખાય છે. ગંગાનું પાણી થોડું કાદવવાળું દેખાય છે, જ્યારે યમુનાનું પાણી આછું વાદળી છે.
ઓળખ ?
હિન્દુ ધર્મની ધાર્મિક માન્યતાઓ અનુસાર, સંગમ નોજ પર સ્નાન કરવાથી મોક્ષ મળે છે, જેના કારણે દરેક ભક્ત સંગમ પહોંચીને અહીં સ્નાન કરવા માંગે છે.
દર કલાકે 2 લાખ લોકોને સ્નાન કરાવવાની વ્યવસ્થા
ભક્તોની સંખ્યાને ધ્યાનમાં રાખીને દર વખતે સંગમ નોજ વિસ્તારનો વિસ્તાર કરવામાં આવે છે. આ વખતે પણ સંગમ નોજનો વિસ્તાર વધારવામાં આવ્યો. અહેવાલો અનુસાર, આ વખતે અહીં એવી વ્યવસ્થા કરવામાં આવી હતી કે દર કલાકે 2 લાખ લોકો સ્નાન કરી શકે.
આ પણ વાંચો

