મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતનો શો ‘લોક અપ’ ઘણો લોકપ્રિયતા મેળવી રહ્યો છે. આ શોમાં સેલેબ્સ કેદી બનીને જીવી રહ્યા છે. શોમાં સ્પર્ધકો દરરોજ લડતા જોવા મળે છે. જેના કારણે દર્શકોને શોમાં ઘણી લડાઈ જોવા મળે છે. ચેતન હંસરાજે હાલમાં જ શોમાં એન્ટ્રી કરી છે. દર્શકોને આ શો પાસેથી ઘણી અપેક્ષાઓ છે. પરંતુ શું તમે જાણો છો કે ઘણા એવા સેલેબ્સ છે જેમણે આ શોને રિજેક્ટ કર્યો હતો. જેમાં રશ્મિ દેસાઈથી લઈને ઉર્ફી જાવેદનો સમાવેશ થાય છે.
2/7
બિગ બોસ OTT ફેમ ઉર્ફી જાવેદ સતત પોતાના કપડાના કારણે ચર્ચામાં રહેતી હોય છે. ઉર્ફી શોમાં આવશે તેવા રિપોર્ટ હતા પરંતુ તેણે આ અટકળોને ફગાવી દીધી હતી.
3/7
આ શો માટે ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીને પણ અપ્રોચ કરવામાં આવી હતી. જોકે શ્વેતાએ શોમાં આવવાની ના પાડી દીધી હતી.
4/7
કંગનાના શો માટે મલ્લિકા શેરાવતનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ તેણે શોમાં આવવા હા પાડી કે ના પાડી એ વાતની પુષ્ટી થઇ નથી. પરંતુ તે હજુ સુધી આ શોમાં જોવા મળી નથી.
5/7
બિગ બોસ બાદ રિતેશ સિંહ કંગનાના શોમાં આવવાના સમાચાર હતા. તેણે કહ્યું હતું કે શોમાં તેની એન્ટ્રી કન્ફર્મ નથી.
6/7
હાલમાં જ ટીવી એક્ટ્રેસ રશ્મિ દેસાઈ કંગનાના શોમાં આવવાના સમાચાર હતા. પરંતુ હવે રશ્મિએ તેને નકારીને આ અટકળો પર પૂર્ણવિરામ મુકી દીધું છે.
7/7
બિગ બોસ બાદ જસ્મીન ભસીનનો લોક અપ માટે સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ તેણે હજુ સુધી શો માટે હા પાડી નથી.