શોધખોળ કરો
આ રાતની ઘટના બાદ હંમેશા માટે બદલાઈ ગયો સલમાન-ઐશ્વર્યાનો સંબંધ, જાણો શું થયું હતું

સલમાન-ઐશ્વર્યા
1/7

બોલીવૂડ ઇન્ડસ્ટ્રીના ફેમસ સ્ટાર્સની યાદીમાં સલમાન ખાન અને ઐશ્વર્યા રાયનું નામ સામેલ છે. આ બંને માત્ર તેમની ફિલ્મો માટે જ નહીં પરંતુ તેમના અંગત જીવન માટે પણ જાણીતા છે.
2/7

આજે અમે તમને સલમાન ખાન અને ઐશ્વર્યા રાયના જીવન સાથે જોડાયેલી એક જાણીતી ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેણે તેમની લવ લાઈફમાં ખળભળાટ મચાવ્યો હતો અને કહેવાય છે કે આખરે આ ઘટના જ તેમના બ્રેકઅપનું મોટું કારણ બની ગઈ હતી.
3/7

સલમાન ખાન અને ઐશ્વર્યા રાય એક સમયે એકબીજાની ખૂબ જ નજીક હતા. ફિલ્મ 'હમ દિલ દે ચૂકે સનમ'ના શૂટિંગ દરમિયાન તેમની નિકટતા વધી હતી. આ પછી સલમાન ખાન અને ઐશ્વર્યા રાય ઘણીવાર સાથે જોવા મળ્યા હતા.
4/7

એવું કહેવાય છે કે ઐશ્વર્યા સલમાન ખાનના જીવનમાં આવી ત્યાં સુધીમાં સલમાન ખાન ઇન્ડસ્ટ્રીમાં જાણીતું નામ બની ચૂક્યો હતો.
5/7

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સલમાન ખાન પાસે નામ, પૈસા, ફેન ફોલોઈંગ વગેરે બધું જ હતું, તેથી સલમાન ઈચ્છતો હતો કે તે હવે સેટલ થઈ જાય. એવું કહેવાય છે કે સલમાન ખાન ઐશ્વર્યા રાય પાસેથી પણ આ જ ઇચ્છતો હતો.
6/7

જો કે, ઐશ્વર્યા તે સમયે ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવવા માટે સખત મહેનત કરી રહી હતી અને લગ્ન કરવા માંગતી ન હતી. સમાચાર મુજબ, આ કારણે સલમાન અને ઐશ્વર્યા વચ્ચે ઝઘડાઓ પણ થતા હતા.
7/7

આ બધું ચાલી રહ્યું હતું કે એક રાત્રે સલમાન ખાન ઐશ્વર્યા રાયના ઘરે પહોંચ્યો અને અડધી રાતે તેણે ઐશ્વર્યાના ઘરની બહાર હંગામો મચાવ્યો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સલમાન ખાન લગભગ રાત્રે ઐશ્વર્યા રાયના ફ્લેટનો દરવાજો ખખડાવતો રહ્યો પરંતુ ઐશ્વર્યાએ દરવાજો ખોલ્યો નહીં. આ ઘટનાના બીજા દિવસથી ઐશ્વર્યાએ સલમાન ખાનથી દૂર રહેવાનો નિર્ણય કરી લીધો હતો.
Published at : 05 Apr 2022 10:37 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સુરત
બિઝનેસ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
