શોધખોળ કરો
Valentines Day 2024: પહેલીવાર પાર્ટીમાં શ્રીરામ નેનેને મળી હતી માધુરી દિક્ષિત, પછી બાઇક રાઇડથી લગ્ન સુધી પહોંચી બન્નેની સ્ટૉરી
ધક-ધક ગર્લ માધુરી દીક્ષિત અને ડૉ. શ્રીરામ નેનેની લવ સ્ટોરી લઈને આવ્યા છીએ

(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)
1/8

Valentines Week Special: વેલેન્ટાઈન વીકમાં અમે તમારા માટે બોલીવુડની ધક-ધક ગર્લ માધુરી દીક્ષિત અને ડૉ. શ્રીરામ નેનેની લવ સ્ટોરી લઈને આવ્યા છીએ. જે કોઈ ફિલ્મી સ્ટોરીથી કમ નથી. જાણો અહીં બન્ને વચ્ચેનો પ્રેમ કઇ રીતે પાંગળ્યો....
2/8

માત્ર 17 વર્ષની ઉંમરે ફિલ્મ 'અબોધ'થી કેરિયરની શરૂઆત કરનાર માધુરીએ પ્રેમ કહાની પર આધારિત ઘણી બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું હતું. પરંતુ જ્યારે અભિનેત્રીના પ્રેમની વાત આવી ત્યારે તેનું દિલ એક અભિનેતા માટે નહીં પરંતુ એક ડોક્ટર માટે ધડકતું હતું. તો ચાલો જાણીએ કેવી રીતે શરૂ થઈ માધુરી અને શ્રીરામ નેનેની લવ સ્ટોરી...
3/8

માધુરીએ પોતે જ પોતાના એક ઈન્ટરવ્યુમાં પોતાની લવ સ્ટોરીની વાત કહી હતી. અભિનેત્રીએ જણાવ્યું હતું કે તે શ્રીરામ નેનેને પહેલીવાર લૉસ એન્જલસમાં એક પાર્ટી દરમિયાન મળી હતી.
4/8

તે સમય દરમિયાન માધુરી દીક્ષિત બોલિવૂડની ટોચની અભિનેત્રી હતી. પરંતુ શ્રીરામ નેને તેમને બિલકુલ ઓળખતા ન હતા. માધુરીને ડોક્ટર નેનેની આ વાત પસંદ ના આવી. પરંતુ તેનું વર્તન અભિનેત્રીને પસંદ આવ્યું હતું.
5/8

આ જ કારણ હતું કે માધુરી પહેલી જ મુલાકાતમાં ડોક્ટર નેનેની મિત્ર બની ગઈ હતી. મિત્રતા થતાં જ શ્રીરામે માધુરીને બાઇક રાઇડ માટે કહ્યું અને બંને લોંગ ડ્રાઇવ માટે નીકળી પડ્યા. પણ ત્યારે બંનેને ખબર નહોતી કે આ માર્ગની મંઝિલ લગ્ન હશે.
6/8

પછી ધીમે ધીમે તેમની મુલાકાતો વધવા લાગી અને તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. પછી એક દિવસ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો અને પછી તેમની કારકિર્દીની ટોચ પર, અભિનેત્રી શ્રીરામ નેનેની કન્યા બની.
7/8

લગ્ન બાદ માધુરી દીક્ષિત ભારત છોડીને અમેરિકામાં સ્થાયી થઈ અને 12 વર્ષ સુધી ત્યાં રહી. આ સમય દરમિયાન દંપતી બે પુત્રોના માતાપિતા પણ બન્યા.
8/8

ત્યારબાદ માધુરી ભારત પરત આવી અને બોલિવૂડમાં કમબેક કર્યું. તમને જણાવી દઈએ કે એક્ટિંગની સાથે અભિનેત્રી ડાન્સ રિયાલિટી શોને જજ કરતી પણ જોવા મળે છે.
Published at : 14 Feb 2024 12:20 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
દેશ
રાજકોટ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
