શોધખોળ કરો
Throwback Bollywood: જ્યારે ફરહાન અખ્તરના ઘરમાં આ હાલતમાં મળી હતી શ્રદ્ધા કપૂર, બાદમાં શક્તિ કપૂરે શું કર્યું
બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર માત્ર તેની ફિલ્મો માટે જ નહીં પરંતુ તેના લુક્સને કારણે પણ ચર્ચામાં રહે છે. અમે તમને તેમના જીવનની એક ખૂબ જ ચોંકાવનારી ઘટના જણાવી રહ્યા છીએ જે કદાચ તમે અગાઉ સાંભળી નહી હોય.
ફાઇલ તસવીર
1/7

Bollywood Kissa: બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર માત્ર તેની ફિલ્મો માટે જ નહીં પરંતુ તેના લુક્સને કારણે પણ ચર્ચામાં રહે છે. આજે અમે તમને તેમના જીવનની એક ખૂબ જ ચોંકાવનારી ઘટના જણાવી રહ્યા છીએ જે કદાચ તમે અગાઉ સાંભળી નહી હોય.
2/7

શ્રદ્ધા કપૂરે પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત ફિલ્મ 'તીન પત્તી'થી કરી હતી. પરંતુ તેને ઓળખ ફિલ્મ 'આશિકી 2'થી મળી. જે બાદ અભિનેત્રીએ ઈન્ડસ્ટ્રીના ઘણા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છે. પરંતુ અહીં અમે તમને તેની એક્ટિંગ કરિયર સાથે નહીં પરંતુ તેના અંગત જીવન સાથે જોડાયેલી એક રસપ્રદ વાત જણાવી રહ્યા છીએ.
3/7

વાસ્તવમાં શ્રદ્ધા કપૂર તેના અફેરના કારણે અનેકવાર ચર્ચામાં રહે છે. એક સમય હતો જ્યારે અભિનેત્રીનું નામ એક્ટર ફરહાન અખ્તર સાથે જોડવામાં આવતું હતું. ઘણા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે બંને વચ્ચે સિક્રેટ અફેર ચાલી રહ્યું હતું.
4/7

આ દરમિયાન અભિનેત્રી એકવાર ફરહાનને મળવા તેના ઘરે ગઈ હતી. જ્યારે તેના પિતા અને અભિનેતા શક્તિ કપૂરને આ વાતની જાણ થઈ તો તેઓ પણ શ્રદ્ધાની માસી પદ્મિની કોલ્હાપુરે સાથે ફરહાનના ઘરે પહોંચ્યા હતા.
5/7

રિપોર્ટ્સ અનુસાર, શ્રદ્ધાને તેના ઘરમાં ફરહાન સાથે બેઠેલી જોઈને શક્તિ કપૂર ગુસ્સે થઈ ગયા અને તેમણે એક્ટ્રેસને ત્યાંથી ખેંચીને બહાર કાઢી હતી. શ્રદ્ધા અને ફરહાનની આ સ્ટોરી ઘણા સમયથી વિવાદમાં હતી. જોકે, બાદમાં શક્તિ કપૂરે તેને અફવા ગણાવીને ફગાવી દીધી હતી.
6/7

શ્રદ્ધા કપૂર અને ફરહાન અખ્તરે 2016માં આવેલી ફિલ્મ 'રોક ઓન 2'માં સાથે કામ કર્યું હતું. ત્યારથી તેઓ એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા.
7/7

નોંધનીય છે કે શ્રદ્ધા કપૂર છેલ્લે રણબીર કપૂર સાથે ફિલ્મ 'તું જૂઠ્ઠી મેં મક્કાર'માં જોવા મળી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી કરી હતી.
Published at : 07 Sep 2023 12:00 PM (IST)
Tags :
Gujarati News Gujarat News Shraddha Kapoor Farhan Akhtar World News Dating Allegedly ABP Live ABP Asmita News Live ABP Asmita Live TV ABP News Upates ABP Asmita Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Live ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP News Liveઆગળ જુઓ
Advertisement





















