બોલિવૂડ એક્ટર વિકી કૌશલ અને કેટરીના કૈફ આખરે 9 ડિસેમ્બરે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. લગ્ન બાદ બોલિવૂડ સેલેબ્સ અને ફેન્સ આ કપલને ખૂબ અભિનંદન આપી રહ્યા છે. પોતાના સંબંધો પર હંમેશા મૌન રહેનાર બંનેએ ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા છે. તેમના સાત ફેરા લેવાથી લઈને બંનેની ઉંમર અને કમાણી પર ખૂબ જ ચર્ચા થઈ રહી છે. અમારી આ સ્ટોરીમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે આ બંનેમાંથી સૌથી અમીર કોણ છે. બંનેની ફેન ફોલોઈંગ જબરદસ્ત છે.
2/4
એમાં કોઈ શંકા નથી કે વિકી કૌશલ અને કેટરીના કૈફે ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની એક્ટિંગને આખી ઈન્ડસ્ટ્રી ખૂબ પસંદ કરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઉરીના એક્ટર વિકી કૌશલની કુલ સંપત્તિ 3 મિલિયન ડોલર અથવા લગભગ 22 કરોડ રૂપિયા છે. તમને જણાવી દઈએ કે, વિકી કૌશલ પ્રખ્યાત નિર્દેશક શ્યામ કૌશલનો પુત્ર છે. વિકી કૌશલે તેની ફિલ્મી કરિયરની શરૂઆત ફિલ્મ મસાનથી કરી હતી. આ પછી વિકી કૌશલ એક પછી એક સુપરહિટ ફિલ્મોમાં લીડ રોલમાં જોવા મળ્યો હતો.
3/4
કેટરિના કૈફની વાત કરીએ તો તે બોલિવૂડની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક છે. વર્ષ 2003માં પોતાના કરિયરની શરૂઆત કરનાર કેટરીનાએ એક પછી એક શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેટરિના કૈફની કુલ સંપત્તિ 224 કરોડથી વધુ હોઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેટરિના કૈફ પાસે રેન્જ રોવર, મર્સિડીઝ બેન્ઝ, ઓડી ક્યૂ જેવા અનેક લક્ઝરી વાહનોનું કલેક્શન છે.