શોધખોળ કરો
શાનદાર તબલા વાદક જ નહી સારા એક્ટર પણ હતા ઝાકિર હુસૈન
Zakir Hussain Death: પ્રખ્યાત તબલાવાદક ઝાકિર હુસૈનનું 73 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. ઝાકિર એક શાનદાર તબલા વાદક હતા. તેમણે અભિનયમાં પણ પોતાની કુશળતા પુરવાર કરી હતી.

Zakir Hussain
1/7

Zakir Hussain Death: પ્રખ્યાત તબલાવાદક ઝાકિર હુસૈનનું 73 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. ઝાકિર એક શાનદાર તબલા વાદક હતા. તેમણે અભિનયમાં પણ પોતાની કુશળતા પુરવાર કરી હતી. તબલા વાદક, સંગીતકાર ઉસ્તાદ ઝાકિર હુસૈન હવે આપણી વચ્ચે નથી. પોતાની પ્રતિભાના બળે તેમણે વૈશ્વિક મંચ પર દેશનું નામ રોશન કર્યું હતું. પરંતુ શું તમે જાણો છો કે ઝાકિર હુસૈન માત્ર એક શાનદાર તબલા વાદક જ નહીં પરંતુ તેઓ સંગીતકાર અને સંગીત નિર્માતા પણ હતા. એટલું જ નહીં તેમણે એક્ટિંગ પણ કરી હતી.
2/7

પંડિત રવિશંકર જેવા ઘણા ભારતીય કલાકારો તેમજ જ્હોન મેકલોઘલિન અને ચાર્લ્સ લોયડ જેવા પશ્ચિમી સંગીતકારો સાથે સહયોગ કરવા ઉપરાંત, ઝાકિર હુસૈનનું ભારતીય ફિલ્મ ઉદ્યોગ સાથે પણ ખાસ જોડાણ હતું. ઘણા યાદગાર બોલિવૂડ ગીતો કંપોઝ કરવા ઉપરાંત હુસૈને તેમની બહુમુખી પ્રતિભા દર્શાવી અને અભિનયમાં પણ હાથ અજમાવ્યો હતો. પ્રખ્યાત તબલાવાદક ઝાકિર હુસૈને પણ ફિલ્મોમાં અભિનય કર્યો હતો.
3/7

ઝાકિર હુસૈને શશિ કપૂરની ફિલ્મથી અભિનયની શરૂઆત કરી હતી. ઝાકિર હુસૈને શશિ કપૂરની ફિલ્મ ‘હીટ એન્ડ ડસ્ટ’થી અભિનયની શરૂઆત કરી હતી. આ ફિલ્મ 1983માં રિલીઝ થઈ હતી.
4/7

આ પછી ઝાકિર હુસૈને ફિલ્મ ‘સાઝ’માં કામ કર્યું હતું. 1998માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં ઝાકિર હુસૈને શબાના આઝમી સાથે રોમાન્સ કર્યો હતો. જોકે, આ ફિલ્મ વિવાદોમાં ફસાઈ ગઈ હતી. કહેવાય છે કે આ ફિલ્મની વાર્તા લતા મંગેશકર અને આશા ભોંસલેથી પ્રેરિત હતી.
5/7

આ પછી ઝાકિર હુસૈને ‘ચાલીસ ચૌરાસી’માં પણ કામ કર્યું. તેણે મંટો, મિસ બિટીસ ચિલ્ડ્રન સહિત 12 ફિલ્મો કરી હતી.
6/7

એવું કહેવાય છે કે ઝાકિર હુસૈનને દિલીપ કુમારની આઇકોનિક ફિલ્મ મુગલ-એ-આઝમની ઓફર પણ મળી હતી.
7/7

કહેવાય છે કે ઝાકીરને મુગલ-એ-આઝમમાં દિલીપ કુમારના નાના ભાઈનો રોલ ઓફર કરવામાં આવ્યો હતો. જોકે તેમણે તેને ફગાવી દીધો હતો. વાસ્તવમાં તેમના પિતા ઇચ્છતા હતા કે તે માત્ર સંગીતમાં જ તેની કારકિર્દી બનાવે.
Published at : 16 Dec 2024 02:46 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
ગુજરાત
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
