મુંબઇઃ દેશભરમાં કોરોનાની બીજી ઘાતક લહેર ફરી વળી છે. આ સમયે લોકો ઘરમાં જ રહે છે. જો તમે ઘરે રહીને ફિટ રહેવા માંગતા હોય તો અહીં અનન્યા પાંડે પાસેથી ટિપ્સ શીખી શકો છો. અનન્યા પાંડે અવાર નવાર પોતાના ફેન્સને ફિટનેસ અને વર્કઆઉટ માટેના વીડિયો શેર કરતી રહે છે. આ એક્સરસાઇઝથી ઓક્સિઝનથી લઇને બૉડી ફિટનેસ અને ચહેરા પર નિખાર આવે છે. જાણો તન અને મનને સ્વસ્થ રાખવા માટે શું કરશો...
2/5
અનન્યા પાંડે પોતાના ઘરે જ નિયમિત રીતે યોગા કરે છે. હવાઇ આસન તેનુ ખુબ પસંદગીનુ આસન છે. એક્ટ્રેસ અનુસાર, ઊંધા લટકીને તમે તમારી બૉડીને બેસ્ટ રીતે સ્ટ્રેચ કરી શકો છો.
3/5
વિશેષજ્ઞોનુ કહેવુ છે કે સવારે કસરત કરવી ખરેખર તમારા દિવસને સારો બનાવે છે. અનન્યા પણ સવારે જ સૌથી પહેલા વર્કઆઉટ કરે છે. સવારે સવારે વ્યાયામ કરવાથી શરીરમાં આખા દિવસે સ્ફૂર્તિ રહે છે.
4/5
બની શકે કે તમે પણ ફિટનેસને સારા લૂક સાથે જોડતા હોય તો તમારા માટે સારુ છે. આ ઉપરાંત અનન્યા પાંડેનુ માનવુ છે કે કાર્ડિયો કે વેટ લિફ્ટિંગ કરવી પણ જરૂરી છે. આનાથી શરીરના લચીલાપણમાં પણ કામ આવે છે.
5/5
આની સાથે અનન્યા પાંડે પોતાની પસંદનુ ખાવાનુ પણ ખાય છે. અનન્યા પાંડે અઠવાડિયામાં છ દિવસ ડાઇટનુ ધ્યાન રાખે છે, અને રવિવારે પોતાનુ મનપસંદ ફાસ્ટ ફૂડ બર્ગર ખાય છે, જેનાથી તેને આનંદ મળે છે.