શોધખોળ કરો
શાહરૂખ-સલમાનને ટક્કર આપતો સુપરસ્ટાર: એક સમયે 11 દિવસમાં 47 ફિલ્મો સાઈન કરી, આજે ગુમનામીમાં જીવે છે
બોલિવૂડમાં ઘણા સ્ટાર્સ આવે છે અને જાય છે, પરંતુ કેટલાક એવા હોય છે જે પોતાની પ્રથમ ફિલ્મથી જ ધૂમ મચાવી દે છે.

90ના દાયકામાં એક એવો જ અભિનેતા ઉભરી આવ્યો હતો, જેણે શાહરૂખ ખાન અને સલમાન ખાન જેવા સ્ટાર્સને પણ લોકપ્રિયતામાં ટક્કર આપી હતી. આ અભિનેતા એટલે રાહુલ રોય, જેમણે ફિલ્મ 'આશિકી'થી બોલિવૂડમાં એન્ટ્રી કરીને તરત જ સુપરસ્ટારનો દરજ્જો મેળવી લીધો હતો.
1/7

રાહુલ રોયે 90ના દાયકામાં બોલિવૂડમાં એવી ધમાકેદાર શરૂઆત કરી કે લોકો તેના દીવાના થઈ ગયા હતા. છોકરીઓ તેની સ્ટાઈલ પર ફિદા હતી અને છોકરાઓ તેની હેરસ્ટાઈલ અને ફેશનને કોપી કરતા હતા. રાહુલ રોય લવર બોય તરીકે રાતોરાત સેન્સેશન બની ગયો હતો. તેની પહેલી ફિલ્મ 'આશિકી' બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ અને રાહુલે યુવા દિલો પર રાજ કરવાનું શરૂ કર્યું.
2/7

'આશિકી'ની સફળતા બાદ રાહુલે 'પ્યાર કા સાયા' અને 'જુનૂન' જેવી વધુ હિટ ફિલ્મો આપી અને બોલિવૂડમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું. એવું કહેવાય છે કે રાહુલે એક સમયે માત્ર 11 દિવસમાં 47 ફિલ્મો સાઈન કરી હતી, જે તેની લોકપ્રિયતાનો પુરાવો હતો. શાહરૂખ, સલમાન અને આમિર ખાનની વચ્ચે રાહુલ રોય પણ સ્ટારડમની રેસમાં જોડાઈ ગયો હતો અને લોકો માનવા લાગ્યા હતા કે તે બોલિવૂડનો આગામી સુપરસ્ટાર હશે.
3/7

પરંતુ, નિયતિને કંઈક અલગ જ મંજૂર હતું. સફળતાના શિખરો સર કર્યા બાદ રાહુલના કરિયરનો ગ્રાફ નીચે આવવા લાગ્યો. 'જુનૂન' પછી રાહુલે ઘણી ફિલ્મો કરી, પરંતુ તે બોક્સ ઓફિસ પર ચાલી શકી નહીં. કહેવાય છે કે તેની લગભગ 15 ફિલ્મો એક પછી એક ફ્લોપ થઈ અને તેનું સ્ટારડમ ધીમે ધીમે ઓસરવા લાગ્યું.
4/7

એવું પણ કહેવાય છે કે રાહુલે યશ ચોપરાની સુપરહિટ ફિલ્મ 'ડર' પણ ઠુકરાવી દીધી હતી, જે પછી શાહરૂખ ખાનને મળી અને તેણે શાહરૂખને સુપરસ્ટાર બનાવી દીધો. જો રાહુલે 'ડર' કરી હોત તો કદાચ તેની કરિયરની દિશા કંઈક અલગ હોત.
5/7

વર્ષ 2001માં રાહુલ રોયે ફિલ્મોમાંથી બ્રેક લીધો અને લાંબા સમય સુધી તે ફિલ્મી દુનિયાથી દૂર રહ્યો. વર્ષ 2006માં તેણે ફરીથી ફિલ્મોમાં વાપસી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેને પહેલા જેવી સફળતા મળી શકી નહીં.
6/7

પોતાની કરિયરને ફરીથી પાટા પર લાવવા માટે રાહુલે ટેલિવિઝનનો સહારો પણ લીધો. તે બિગ બોસની પહેલી સિઝનમાં સ્પર્ધક તરીકે જોવા મળ્યો અને તેણે ટાઈટલ પણ જીત્યું, પરંતુ તે ટીવી પર પણ પોતાનું જૂનું સ્ટારડમ પાછું મેળવી શક્યો નહીં.
7/7

આજે રાહુલ રોય ગુમનામીનું જીવન જીવી રહ્યો છે. એક સમયનો સુપરસ્ટાર દેવાના બોજ હેઠળ દબાઈ ગયો છે અને ગંભીર બીમારીના કારણે તેને સારવાર કરાવવામાં પણ મુશ્કેલી પડી રહી છે. રાહુલે પોતે કબૂલ્યું છે કે તેની પાસે હોસ્પિટલનું બિલ ભરવાના પણ પૈસા નથી, અને સલમાન ખાને તેને આર્થિક મદદ કરી છે. એક સમયે જે અભિનેતા શાહરૂખ અને સલમાન સાથે હરીફાઈ કરતો હતો, આજે તે મુશ્કેલ પરિસ્થિતિમાં જીવન પસાર કરી રહ્યો છે. રાહુલ રોયની કહાની બોલિવૂડની ચમક-દમક અને અંધકાર બંનેને ઉજાગર કરે છે.
Published at : 07 Feb 2025 08:49 PM (IST)
આગળ જુઓ
Advertisement