શોધખોળ કરો
IPL મેચમાં પહોંચી KGFની ટીમ, 'અધીરા' જોવા મળ્યો નવા લૂકમાં

ફોટો ક્રેડિટ: @RCB અને Twitter.
1/8

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 સીઝનમાં, સોમવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં બેંગ્લોરની ટીમે 18 રનથી શાનદાર જીત નોંધાવી હતી. સમગ્ર મેચમાં બોલિવૂડ સ્ટાર્સનો દબદબો રહ્યો હતો.
2/8

દક્ષિણ ભારતીય ફિલ્મ 'KGF-2'ની ટીમ બેંગ્લોર અને લખનૌની આ મેચ જોવા પહોંચી હતી. જેમાં બોલિવૂડ સ્ટાર સંજય દત્ત અને અભિનેત્રી રવિના ટંડન પણ હાજર રહ્યા હતા. આ KGF ટીમ RCB ટીમને સપોર્ટ કરવા આવી હતી.
3/8

સંજય દત્ત અને રવિના ટંડન સહિત સમગ્ર KGF ટીમે RCB ની જર્સી પહેરી હતી. આરસીબી ફ્રેન્ચાઇઝીએ પહેલા જ માહિતી શેર કરી હતી કે સંજય દત્ત સહિત કેજીએફની ટીમ મેચ જોવા માટે આવશે. બાદમાં પણ આરસીબીએ તમામ લોકોની તસવીરો શેર કરી હતી.
4/8

સંજય દત્તે ફિલ્મ 'KGF-2'માં અધીરાની ભૂમિકા ભજવી છે. જ્યારે રવિના ટંડન ફિલ્મમાં રમિકા સેનની ભૂમિકામાં છે. પોતાની ભૂમિકા પ્રમાણે સંજય દત્ત આ જ નામની જર્સી પહેરીને મેચ જોવા આવ્યો હતો. તેણે RCB ટીમ સાથે ફોટા પણ પડાવ્યા.
5/8

લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં, બેંગ્લોર રોયલ ચેલેન્જર્સે 18 રનથી શાનદાર વિજય નોંધાવ્યો હતો. મેચમાં જીતનો હીરો આરસીબીનો કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ હતો. તેણે 64 બોલમાં 96 રનની ઇનિંગ રમીને ટીમને મોટી જીત અપાવી હતી.
6/8

મેચમાં લખનૌની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ પછી બેંગ્લોરની ટીમે 6 વિકેટ ગુમાવીને 181 રન બનાવ્યા હતા. કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ સિવાય શાહબાઝ અહેમદે 26 અને ગ્લેન મેક્સવેલે 23 રન બનાવ્યા હતા.
7/8

જવાબમાં લખનૌની ટીમ 8 વિકેટે 163 રન જ બનાવી શકી અને 18 રનથી મેચ હારી ગઈ. કૃણાલ પંડ્યાએ 28 બોલમાં 42 અને કેપ્ટન કેએલ રાહુલે 24 બોલમાં 30 રન બનાવ્યા હતા. જોશ હેઝલવુડે 4 વિકેટ ઝડપી હતી.
8/8

તમામ ફોટો ક્રેડિટ: @RCB અને Twitter.
Published at : 21 Apr 2022 06:48 AM (IST)
આગળ જુઓ
Advertisement