શોધખોળ કરો
Khalnayak 2: 30 વર્ષ પછી ફરી સ્ક્રીન પર ધમાલ મચાવશે 'બલ્લુ', સુભાષ ઘાઈએ 'ખલનાયક 2' ની કરી જાહેરાત
Khalnayak 2: સની દેઓલની ફિલ્મ ગદર 2 ની સફળતા બાદ પ્રખ્યાત ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઈએ એક મોટી જાહેરાત કરી છે. તેણે કહ્યું કે તે હવે બહુ જલ્દી 'ખલનાયક 2' લઈને આવી રહ્યા છે.
30 વર્ષ પછી ફરી સ્ક્રીન પર ધમાલ મચાવશે 'બલ્લુ'
1/6

સુભાષ ઘાઈએ તાજેતરના એક ઈન્ટરવ્યુમાં જાહેરાત કરી છે કે તેઓ ટૂંક સમયમાં જ સંજય દત્ત સાથે 'ખલનાયક 2' બનાવવા જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ વર્ષ 1993માં રિલીઝ થયેલી સંજય દત્ત, માધુરી દીક્ષિત અને જેકી શ્રોફની ફિલ્મ 'ખલનાયક'ની સિક્વલ હશે.
2/6

સુભાષ ઘાઈએ જણાવ્યું કે 'ગદર 2'ની સફળતાને જોતા તેમણે 'ખલનાયક 2' બનાવવાનો નિર્ણય લીધો છે. કારણ કે તેમને ઘણા મેસેજ મળી રહ્યા છે કે તમે 'ખલનાયક 2' કેમ નથી બનાવી રહ્યા. તેથી તેઓ તેના પર વિચાર કરી રહ્યા છે અને તમને ટૂંક સમયમાં સમાચાર સાંભળવા મળશે..જેમાં સંજય સાથે એક બીજો નવો સ્ટાર હશે..'
Published at : 24 Aug 2023 06:37 AM (IST)
આગળ જુઓ





















