ફેમસ ટીવી એક્ટ્રેસ મૌની ટૂંક સમયમાં લગ્ન કરનાર છે. મૌનીએ તેમના બોયફ્રેન્ડની મુલાકાત તેમની મમ્મી સાથે કરાવી હતી. મૌની રોય ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં રણબીર આલિયા ભટ્ટ સાથે જોવા મળશે.
2/9
મૌની રોય ટૂંક સમયમાં જ તેમના બોયફ્રેન્ડ સાથે સાત ફેરા લેશે તેવી ચર્ચાં એક્ટિંગની દુનિયામાં ચાલી રહી છે. મૌનીએ તેમનો બોયફ્રેન્ડ સૂરજ નાબિયારની મુલાકાત તેમના પરિવાર સાથે કરાવી હતી.
3/9
મૌનીનો બોયફ્રેન્ડ સુરજ નાબિયાર દુબઇનો બિઝનેસ મેન છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ મૌની ટૂંક સમયમાં જ તેમના દુબઇના બોયફ્રેન્ડ સાથે લગ્ન સૂત્રમાં બંધાશે.
4/9
મૌનીની રિલેશનશિપને લગ્નસૂત્રમાં બાંઘાવ માટે મૌનીની માતા સુરજના પેરેન્ટસને મળ્યાં હતા.મૌની અને સુરજ બંને પેરેન્ટસની મીટિંગ મંદિરા બેદીના ઘરે મળી હતી. મંદિરા બેદી અને મૌની તેમજ તેમનો ભાઇ બધા જ એક બીજાના ક્લોઝ ફ્રેન્ડ છે.
5/9
તો આખરે મૌનીના ઘરે લગ્નની શરણાઇ ગૂંજવાની તૈયારીઓ થઇ ગઇ છે. મૌની અને સૂરજની રિલેશનશિપની ચર્ચા વર્ષની શરૂઆતથી જ થઇ રહી છે.
6/9
મૌનીએ ન્યુઇયર સેલેબ્રિશન દુબઇમાં તેમના પરિવાર સાથે કર્યું હતું. આ સમયની તસવીર સોશિયલ મિડિયા પર પોસ્ટ કરવામાં આવી હતી. લોકડાઉન સમયે મૌની દુબઇમાં હતી અને તેમનો બોયફ્રેન્ડ સુરજ સાથે સમય વિતાવ્યો હતો.
7/9
ટીવી સ્ટાર મૌની રોયે 2018થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું. હાલ તેમની નેક્સ્ટ ફિલ્મ બ્રહ્માસ્ત્ર આવી રહી છે. જેમાં તે રણબીર કપૂર, આલિયા ભટ્ટ અમિતાભ બચ્ચન સાથે જોવા મળશે.
8/9
મૌની રોયે બહુ લાંબા સમયથી એક્ટર મૌહિત રૈનાને ડેટ કરી રહી હતી. જો કે આ સંબંધ કઇ કારણસર આગળ ન વધી શક્યો અને બંનેનું બ્રેકઅપ થઇ ગયું.
9/9
ટીવી સ્ટાર મૌની રોયે 2018થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું. હાલ તેમની નેક્સ્ટ ફિલ્મ બ્રહ્માસ્ત્ર આવી રહી છે. જેમાં તે રણબીર કપૂર, આલિયા ભટ્ટ અમિતાભ બચ્ચન સાથે જોવા મળશે