શોધખોળ કરો
બૉલીવુડમાં જ નહીં Pakistanમાં પણ આ ભારતીય હીરોએ કર્યુ છે કામ, જાણો કયા છે સ્ટાર્સ ને કઇ છે આ ફિલ્મો.........
પાકિસ્તાનના આર્ટિસ્ટોનુ ભારતમાં બૉલીવુડમાં કામ કરવુ સામાન્ય બની ગયુ છે, પરંતુ તમને ખબર છે કેટલાક ઇન્ડિયન સ્ટાર્સ પણ છે જેમને પાકિસ્તાની ફિલ્મોમાં પણ કામ કર્યુ છે.

ફાઇલ તસવીર
1/9

મુંબઇઃ ઘણાબધા લોકો જાણે છે કે ભારતમાં પાકિસ્તાની હીરો-હીરોઇનોએ કામ કર્યુ છે, અને પોતાનુ એક આગવુ સ્ટેન્ડ પણ બનાવી લીધુ છે. પાકિસ્તાનના આર્ટિસ્ટોનુ ભારતમાં બૉલીવુડમાં કામ કરવુ સામાન્ય બની ગયુ છે, પરંતુ તમને ખબર છે કેટલાક ઇન્ડિયન સ્ટાર્સ પણ છે જેમને પાકિસ્તાની ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. અહીં જુઓ લિસ્ટ...........
2/9

પાકિસ્તાની એક્ટર્સની વાત કરીએ તો, ઘણાબધા એક્ટર, સિંગર બૉલીવુડમાં નામ કમાયુ છે, ફવાદ ખાન, અલી ઝફર જેવા સ્ટાર્સ સામેલ છે. અહીં અમે તમને પાકિસ્તાનમાં કામ કરનારા ભારતીય કલાકારો વિશે વાત કરવાના છીએ.
3/9

નસીરુદ્દીન શાહ - બૉલીવુડના દિગ્ગજ અભિનેતા નસીરુદ્દીન શાહ (Naseeruddin Shah) એ પાકિસ્તાની ફિલ્મ ખુદામાં કામ કર્યુ છે, આમાં તે એક્ટર ફવાદ ખાનની સાથે દેખાયા હતા. આ ઉપરાંત તે પાકિસ્તાની ફિલ્મ જિંદા ભાગનો પણ હિસ્સો રહી ચૂક્યા છે.
4/9

નેહા ધૂપિયા - હૉટ એક્ટ્રેસ નેહા ધૂપિયાએ (Neha Dhupia) 'પ્યાર ના કરના' નામની પાકિસ્તાની ફિલ્મમાં એક આઇટમ સૉન્ગ કર્યુ હતુ, આ ફિલ્મમાં ઝારા શેખ, વીના મલિક અને માઓમ્માર રાણાએ લીડ રૉલ નિભાવ્યો હતો.
5/9

ઓમપુરી - દિગ્ગજ અભિનેતા ઓમપુરી (Om Puri)એ કેટલીય પાકિસ્તાની ફિલ્મોમાં કામ કર્યુ હતુ, તેમાની એક હતી એક્ટર ઇન લૉ. આ ફિલ્મ વર્ષ 2016માં રિલીઝ થઇ હતી.
6/9

કિરણ ખેર - અભિનેત્રી કિરણ ખેરે (Kirron Kher) વર્ષ 2003માં આવેલી ફિલ્મ 'ખામોશી પાની'માં કામ કર્યુ હતુ, આ ફિલ્મ માટે તેને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ પણ મળ્યો હતો.
7/9

અરબાઝ ખાન - આ લિસ્ટમાં એક્ટર અરબાઝ ખાન (Arbaaz Khan)નુ પણ નામ સામેલ છે. જેને પાકિસ્તાની ફિલ્મ ગૉડફાધરમાં શાકીર ખાનનો રૉલ કર્યો હતો.
8/9

જૉની લીવર - બૉલીવુડનો કૉમેડિયન એક્ટર જૉની લીવર (Johny Lever) પાકિસ્તાનમાં પણ પોતાનો જાદુ ચલાવી ચૂક્યો છે, તેને પાકિસ્તાની ફિલ્મ 'લવ મે ગુમ'માં કામ કર્યુ હતુ.
9/9

ગુલશન ગ્રૉવર - એક્ટર ગુલશન ગ્રૉવરે (Gulshan Grover) પોતાની બેડમેન વાળી ઇમેજ પાકિસ્તાનમાં પણ બતાવી છે, તેને આર્ય બબ્બરની ફિલ્મમાં વિલનનો રૉલ કર્યો હતો.
Published at : 30 Jul 2022 03:14 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
