શોધખોળ કરો
સામંથા-નાગા પહેલા અભિષેક-ઐશ્વર્યાથી લઇને નિક-પ્રિયંકા સુધી આ સ્ટાર્સના તલાકની ઉડી ચૂકી છે અફવા, જીવે છે Happy Married Life

Happy Married Life
1/8

મુંબઇઃ આજકાલ સાઉથના સુપરસ્ટાર સામંથા અને નાગા ચૈતન્યની વચ્ચે તલાકની ખબરોએ ચર્ચા પકડી છે. એટલુ જ નહીં બીજીબાજુ અશ્લીલ વીડિયો કેસ બાદ શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાની વચ્ચે પણ અફવા છે કે બધુ બરાબર નથી. આવો અમે તમને એવા સેલેબ્સ વિશે બતાવી રહ્યાં છીએ, જેના વિશે પહેલા પણ તલાકની ખબરોએ જોર પકડ્યુ હતુ.
2/8

સામંથા અને નાગા ચૈતન્યની વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું. આ ખબર ત્યારે ચર્ચામાં આવી જ્યારે સામંથાએ તમામ સોશ્યલ પ્લેટફોર્મ પરથી એક્કિનેની સરનેમને હટાવી દીધી હતી. એટલુ જ નહીં સામંથા ચૈતન્યાના પિતા નાગર્જુનની જન્મદિવસની પાર્ટીમાં પણ સામેલ ન હતી થઇ. જોકે આના વિશે હજુ સુધી બન્ને તરફથી કોઇ સત્તાવાર પ્રતિક્રિયા નથી આવી. પરંતુ ફેન્સ જરૂર આ વાતથી ચિંતિત છે.
3/8

અશ્લી વીડિયોમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની ધરપકડની વચ્ચે બન્ને વચ્ચે તલાકની અફવાએ જોર પકડ્યુ છે. જોકે, હજુ સુધી આ બધુ માત્ર અફવા જ સાબિત થઇ રહ્યુ છે.
4/8

પ્રિયંકા ચોપડા અને નિક જોનાસના લગ્ન વર્ષ 2017માં થયા હતા, તે સમયે કયાસ લગાવવામાં આવી રહ્યો હતો કે બન્નેના લગ્ન 117 દિવસની અંદરજ તુટી જશે, પરંતુ આ જોડીએ આ તમામ ખબરોને ખોટી સાબિત કરી દીધી.
5/8

ટીવીના પૉપ્યૂલર કપલ દેબીના બેનર્જી અને ગુરમીત સિંહ પણ શાનદાર કેમેસ્ટ્રી શેર કરે છે. થોડાક સમય પહેલા તેમના તલાકની ખબરો પણ ચર્ચામાં આવી હતી.
6/8

જૉન અબ્રાહ્રમ અને પ્રિયં રૂંચાલના અલગ થવાની કેટલીય વાર અફવા સામે આવી, પરંતુ જૉને આ તમામ ખબરોને ખોટી ગણાવી દીધી છે, અને કપલ આજે પણ સારુ લગ્નજીવન જીવી રહ્યાં છે.
7/8

અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય બચ્ચનને પણ પોતાની તલાકની અફવાઓ સામે ઝઝૂમવુ પડ્યુ હતુ. પરંતુ કપલે આ વાતોને ફગાવી દીધી હતી.
8/8

ટીવી અભિનેતા જય ભાનુશાળી અને માહી વિજે પણ અલગ થવાની ખબરોનો સામનો કર્યો છે, પરંતુ બન્ને મજબૂતીથી આ ખબરોને ખોટી ગણાવી દીધી હતી.
Published at : 19 Sep 2021 01:02 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રાઇમ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
