શોધખોળ કરો
Shilpa ના પતિ Raj Kundraને મળ્યા જામીન, ક્યારેક વૈષ્ણો દેવીના દર્શન તો ક્યારેક બપ્પાની પૂજા કરીને એક્ટ્રેસે માની હતી માનતા..........

Raj_Kundra
1/7

મુંબઇઃ અશ્લીલ ફિલ્મોના આરોપમાં ધરપકડ થયેલા રાજ કુન્દ્રાને જામીન મળી ચૂક્યા છે. રાજ કુન્દ્રાની ધરપકડ બાદ શિલ્પા શેટ્ટી અને તેના પરિવાર માટે છેલ્લા કેટલાક મહિનાઓ ખુબ મુશ્કેલીઓ ભર્યા રહ્યાં છે, પરંતુ હવે તેમની પરેશાનીઓ થોડી ઓછી થતી દેખાઇ રહી છે. આ આખા પ્રકરણમાં રાજ કુન્દ્રાની સાથે સાથે શિલ્પા શેટ્ટીએ પણ દુઃખ ઝીલ્યુ છે. જોકે હવે રાજ કુન્દ્રાને જામીન મળી ચૂક્યા છે અને જેલની બહાર આવવાનો છે. રાજ કુન્દ્રાની ધરપકડ બાદ શિલ્પાએ પતિને બચાવવા શું શું કર્યુ તે જાણો.....
2/7

તાજેતરમાં જ શિલ્પા રાજ માટે દુઆઓ અને માનતા માનવા વૈષ્ણો દેવીના દરબારમાં પહોંચી હતી. ત્યાં શિલ્પા માતાનો જયકારો લગાવતી દેખાઇ હતી. શિલ્પા માતાના દર્શન માટે ઘોડા પર બેસીને ત્યાં ગઇ હતી. સોશ્યલ મીડિયા પર તેની તસવીરો પણ સામે આવી હતી.
3/7

વળી, આ પહેલા શિલ્પા ગણેશ ચતુર્થીના તહેવાર પર વિધ્નહર્તા બપ્પાને પોતાના ઘરે લાવી હતી, અને પછી દોઢ દિવસ બદા બપ્પાનુ વિસર્જન પણ કરી દીધુ હતુ. આ તસવીરો પણ વાયરલ થઇ હતી.
4/7

રાજની ધરપકડ બાદ શિલ્પાએ સોશ્યલ મીડિયા પર એક પૉસ્ટ શેર કરી હતી હતી , તેમાં લખ્યું કે - હાં, છેલ્લા કેટલાક દિવસો બહુજ પડકારો ભરેલા રહ્યાં, કેટલીય અફવાઓ અને આરોપ હતા, મીડિયાએ મારા પર કેટલાય અનિશ્ચિત આરોપો લગાવ્યા અને વેલ વિશર્સએ પણ. ઘણી બધી ટ્રૉલિંગ પણ થઇ હતી.
5/7

આ પછી શિલ્પાએ બીજી એક પૉસ્ટ શેર કરી હતી. તેને ઇન્સ્ટા સ્ટૉરી પર એક પુસ્તકના પેજની તસવીર પૉસ્ટ કરી હતી. તેમાં જેમ્સ થર્બરના ઉદાહરણ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. જેમાં લખ્યું છે- ગુસ્સામાં પાછળ વળીને ના જુઓ, કે ડરથી આગળ ના જુઓ, પરંતુ જાગૃકતાથી જુઓ.
6/7

આ પહેલા શિલ્પા અને રાજ કુન્દ્રાની તલાકની પણ અફવા ઉડી હતી. પરંતુ શિલ્પાએ આના પર કોઇ નિવેદન આ ન હતુ આપ્યુ. ખરેખરમાં શિલ્પાએ એક 'ન્યૂ એન્ડિન્ગ' ટાઇટલ પેજ શેર કર્યુ હતુ.
7/7

ઉલ્લેખનીય છે કે, શિલ્પા આજકાલ ડાન્સ રિયાલિટી શૉ સુપર ડાન્સર 4ને જજ કરતા દેખાઇ રહી છે, તાજેતરમાં જ શમિતા શેટ્ટીની સાથે પણ તેને કેટલીક તસવીરો શેર કરી હતી.
Published at : 21 Sep 2021 10:22 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ગુજરાત
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
