સૈફ અલીખાન અને કરીના કપૂર ખાનની પટોડી હાઉસમાં અનેક તસવીરો જોવા મળે છે. પટોડી હાઉસ ખૂબ જ શાનદાર અને આરામદાયક છે. જેની કિંમત 800 કરોડથી વધુ છે. અહીં કેટલીક ફિલ્મનું શૂટિંગ પણ થયું છે.
2/6
પટોડી હાઉસ એક મહેલ જેવું દેખાય છે. જેમાં આલિશાન 150 રૂમ છે. દરેક રૂમનું ઇન્ટિરિયર લાજવાબ છે.
3/6
પટોડી હાઉસ10 એકરમાં ફેલાયેલું છે. જેમાં સાત ડ્રેસિંગ રૂમ અને સાત બેડરૂમ, સાત બિલિયર્ડ રૂમની સાથે મહલનુમા ડ્રોઇંગ રૂમ અને ડાઇનિંગ રૂમ સામેલ
4/6
ફોર્બ્સને આપેલા એક ઇન્ટરવ્યુમાં જ્યારે સૈફને પૂછવામાં આવ્યું હતું કે, પટોડી હાઉસની કઇ જગ્યા આપની ફેવરિટ છે? તો સૈફે કહ્યું હતું કે, મને તેનો ખૂણે-ખૂણો પસંદ છે. આ ઘર સાથે મારી અનેક યાદો જોડાયેલી છે.
5/6
સૈફ અલી ખાન, કરીના કપૂર ખાન, સોહા અલી ખાન અને કુણાલ, તૈમૂર, ઇનાયા થોડા દિવસ પડોડી હાઉસમાં રહેવા માટે આવ્યા હતા. તે સમયની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ હતી.
6/6
પટોડી પરિવાર અનેક વખત અહીં ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરવા માટે આવે છે. આ મહેલ એક વિરાસત સંપત્તિ છે. એક ઇન્ટવ્યુમાં સૈફે કહ્યું હતું કે, મૌદ્વિક રીતે તેની કિંમત કાઢવી અશક્ય છે કારણ કે, ભાવનાત્મક રીતે આ સંપત્તિ અમૂલ્ય છે.