શોધખોળ કરો
Happy Birthday Sunny: સસ્તાં ફ્લેટમાં રહે છે સની દેઓલ, કરોડો રૂપિયાનુ છે માથે દેવુ, જાણો કેટલી છે સંપતિ
Sunny Birthday Special: સની દેઓલ બૉલીવુડનો જાણીતો એક્ટર છે, છતાં તે કરોડો રૂપિયાના દેવામાં ડુબેલો છે, આ વાતનો ખુલાસો ખુદ સની દેઓલે કર્યો છે.

ફાઇલ તસવીર
1/9

Sunny Birthday Special: સની દેઓલ બૉલીવુડનો જાણીતો એક્ટર છે, છતાં તે કરોડો રૂપિયાના દેવામાં ડુબેલો છે, આ વાતનો ખુલાસો ખુદ સની દેઓલે કર્યો છે.
2/9

Sunny Deol Networth: સની દેઓલ (Sunny Deol) એક વાર ફરીથી ગદર 2 દ્વારા મોટા પડદા પર ધમાલ મચાવવા આવી રહ્યો છે. હાલ તે રિલીઝ થયેલી ફિલ્મ ચુપમાં દેખાયો હતો, પરંતુ આ ફિલ્મ કંઇક ખાસ કમાલ ના કરી શકી.
3/9

સની દેઓલની પર્સનલ વાત કરીએ તો તે મૂળ પંજાબી છે, આજે તે પોતાનો 65મો જન્મદિવસ મનાવી રહ્યો છે. સની દેઓલનો જન્મ આજના દિવસે એટલે કે 19 ઓક્ટોબર, 1957ના દિવસે પંજાબના સહનેવાલમાં થયો હતો. સની દેઓલ સ્ટાર એક્ટર ધર્મેન્દ્રનો દીકરો છે. સની દેઓલે વર્ષ 1984માં પૂજા સાથે લગ્ન કરી લીધા, સની દેઓલના બે દીકરા છે એકનુ નામ કરણ દેઓલ છે અને બીજાનુ નામ રાજવીર દેઓલ છે.
4/9

સની દેઓલ ફિલ્મી પડદાથી ઉપર આવીને રાજનીતિમાં પણ હાથ અજમાવી ચૂક્યો છે. હાલમાં સની દેઓલ પંજાબના ગુરુદાસપુરનો બીજેપીનો સાંસદ છે.
5/9

ખાસ વાત છે કે, સની દેઓલ કેટલાય વર્ષોથી ફિલ્મોમાં કામ કરી રહ્યો છે, છતાં પોતાના સૌતેલી માં હેમા માલિની અને પિતા ધર્મેન્દ્રથી કમાણીના મામલામાં ખુબ પાછળ છે. રિપોર્ટનુ માનીએ તો તેની પાસે માત્ર 83 કરોડની જ સંપતિ છે.
6/9

ખરેખરમાં આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે તેને બીજેપી માટે લોકસભા ચૂંટણી લડવા માટે ફોર્મ ભરતી વખતે સંપતિની માહિતી આપી. તેને બતાવ્યુ હતુ કે તેની અને તેની પત્ની પર લગભગ 53 કરોડનુ દેવુ છે, એટલુ જ નહીં 1 કરોડનો જીએસટી પણ બાકી છે.
7/9

ચૂંટણી એફિડેવિટમાં તેને બતાવ્યુ હતુ કે તેની પાસે 1.69 કરોડ રૂપિયાની કારો છે, સાથે જ તેની પાસે 1.56 કરોડની જ્વેલરી પણ છે. આ ઉપરાંત સની પાસે 21 કરોડની જમીન છે, જેમાં એગ્રીકલ્ચર અને નૉન એગ્રીકલ્ચર અને મુંબઇનો એક ફ્લેટ સામેલ છે.
8/9

ઉલ્લેખનીય છે કે, સની દેઓલ અને તેની પત્નીએ બેન્કમાંથી 51 કરોડ રૂપિયા લૉન લીધેલી છે. પતિ અને પત્ની પર લગભગ 2.5 કરોડ રૂપિયાનુ સરકારી દેવુ પણ બાકી બતાવવામાં આવ્યુ છે.
9/9

વળી, જો સની દેઓલના બેન્ક એકાઉન્ટની વાત કરીએ તો તેની પાસે લગભગ 26 લાખ રૂપિયા કેશ છે, તેની પત્ની પૂજાની પાસે 6 કરોડની સંપતિ છે, જેમાંથી 19 લાખ બેન્કમાં અને 16 લાખ કેશ છે. તેની પાસે 60 કરોડ રૂપિયાની ચલ સંપતિ અને 21 કરોડ રૂપિયાની અચલ સંપતિ છે.
Published at : 19 Oct 2022 11:38 AM (IST)
આગળ જુઓ
Advertisement