કોમેડી ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ હાલમાં 13 વર્ષ પૂરા કરી લીધા છે.આપને જણાવી દઇએ કે આ 13 વર્ષમાં ઘણું બધુ બદલાયું છે. જો કે સિરિયલની લોકપ્રિયતા અંકબંધ છે. તો નજર કરીએ એ કિરદાર પર જે 13 વર્ષમાં ઘણા બદલાયા છે,
2/5
દયાબેન:તારક મહિતા કા ઉલ્ટા ચશ્મામાં લીડ રોલ અદા કરતી દયાબેન એટલે કે દિશા વાકાણીને આ સીરિયલથી જ પ્રસિદ્ધિ મળી.તેમણે 2017માં આ સિરિયલ છોડી દીધી. સો મેકર્સ તેમની વાપસી માટે પ્રયત્ન કરે છે પરંતુ સફળતા નથી મળી રહી
3/5
સોનુ ભિડે: આત્મરા ભિડ અને માધવી ભિડેની દીકરી સોનુ ભીડેનો રોલ અદા કરતી ઝીલ મહેતા 4 વર્ષ સુધી શોનો હિસ્સો રહી. અભ્યાસના કારણે તેમને આ શો છોડી દીધો. ઝીલ બાદ નિધિ ભાનૂશાલી અને પલક સિધવાનીએ સોનુ ભિડેની ભૂમિકા અદા કરી.
4/5
ટપ્પુ:જેઠાલાલ અને દયાબેનના ટપ્પુનો કિરદાર નિભાવનાર એક્ટર ભવ્ય ગાંધીએ આ શો 2027માં છોડી દીધો હતો. 2008થી 2017 સુધીમાં ભવ્યના લૂકમાં ખૂબ જ તફાવત જોવા મળ્યો હતો. આ શો છોડ્યાં બાદ તે ગુજરાતી ફિલ્મોમાં વ્યસ્ત છે. હવે આ ભૂમિકા રાજ અનટક્ટ અદા કરી રહ્યો છે.
5/5
ડોક્ટર હાથી: શોમાં ડોક્ટર હાથીનો કિરદાર નિભાવનાર કવિ કુમાર આઝાદ હવે આપણી વચ્ચે નથી. વર્ષ 2018માં હાર્ટ અટેકથી તેમનું મૃત્યુ થઇ ગયું. ત્યાર બાદ શોમાં નર્મલ સોનીને રિપેલ્સ કરવામાં આવ્યા હતા.