શોધખોળ કરો
તારક મહેતાના જેઠાલાલથી લઇને બાપુજી-દયાભાભી આવી મોંઘીદાટ કારો લઇને નીકળે છે ફરવા, જાણો કોની પાસે કઇ છે લક્ઝૂરિયસ કાર

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા
1/8

મુંબઇઃ સબ ટીવી પર 13 વર્ષથી દર્શકોને મનોરંજન કરનારા શૉ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના દરેક વ્યક્તિ ફેન છે. શૉના દરેક પાત્રને દર્શકો ખુબ પ્રેમ કરે છે, તેમની લાઇફ સાથે જોડાયેલા દરેક અપડેટને જાણવા માટે એક્સાઇટેડ પણ રહે છે. તો એટલા માટે આજે અમે તમને આ તમામ સ્ટાર્સની પર્સનલ લાઇફ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો બતાવવાં જઇ રહ્યાં છીએ, આજે અમને તમને બતાવીશુ કે આ શૉના દરેક પાત્ર કઇ કઇ મોંઘાદાટ કારોમાં ફરે છે.
2/8

શૉમાં મેઇને લીડમાં દેખાતા જેઠાલાલ એટલે કે દિલિપ જોશીને રિયલ લાઇફ ગાડીઓનો બહુજ શોખ છે. તેમની પાસે અનેક શાનદાર ગાડીઓનુ કલેક્શન છે. આમાંથી એક AUDI Q7 છે. આ ગાડીની કિંમત 80 લાખ રૂપિયા છે. આ ઉપરાંત તેમની પાસે ટોયોટા ઇનોવા ગાડી પણ છે.
3/8

બબિતાજી એટલે કે એક્ટ્રેસ મુનમુન દત્તાની પાસે Innova Crysta છે, જે 23.02 લાખની ગાડી છે. આની સાથે એક સ્વિફ્ટ ડિઝાયર પણ છે.
4/8

વળી, શૉમાં ચંપકલાલ એટલે કે બાપૂજી બનેલા અમિત પાસે પણ Toyota Innova Cryst છે.
5/8

શૉમાં જેઠાલાલ અને દયાબેનના દીકરા ટપ્પૂ એટલે કે ભવ્યા ગાંધીની પાસે Audi A4 છે.
6/8

શૉના મહેતા સાહેબ એટલે કે શૈલેષ લોઢાને Mercedes Benz GLS E class ગાડી ખુબ પસંદ છે.
7/8

શૉમાં ભોલી-ભાલી દયાબેનનો રૉલ નિભાવીને આખા દેશમાં લોકોના દિલ જીતનારી એક્ટ્રેસ દિશા વાકાણી આજકાલ શૉમાંથી ગાયબ છે. શૉમાં હાઉસવાઇફની ભૂમિકા નિભાવનારી દયા રિયલ લાઇફમાં ખુબ ગ્લેમરસ છે, તેને મોંઘી ગાડીઓનો શોખ છે. દિશાની પાસે દિલીપ જોશી જેવી Audi Q7 ગાડી છે.
8/8

માધવી ભિડેની ભૂમિકા નિભાવનારી એક્ટ્રેસ સોનાલિકા જોશીને MG Hector અને Toyota Etios પસંદ છે.
Published at : 21 May 2021 10:41 AM (IST)
આગળ જુઓ
Advertisement