શોધખોળ કરો
Kaushiki Rathore On Casting Couch: કાસ્ટિંગ કાઉચ પર છલકાયું ટીવી એક્ટ્રેસ કૌશિકી રાઠોડનું દર્દ, કહ્યુ- કામના બદલામાં કરી ગંદી ડિમાન્ડ
ગ્લેમરસ દુનિયામાં પોતાની ઓળખ બનાવવા માટે ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે. જેમાંથી એક કાસ્ટિંગ કાઉચ પણ છે. હાલમાં જ ટીવી એક્ટ્રેસ કૌશિકી પણ કાસ્ટિંગ કાઉચ અંગેનો પોતાનો કડવો અનુભવ શેર કર્યો હતો.

ફાઈલ તસવીર
1/8

ગ્લેમરસ દુનિયામાં પોતાની ઓળખ બનાવવા માટે ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે. જેમાંથી એક કાસ્ટિંગ કાઉચ પણ છે. હાલમાં જ ટીવી એક્ટ્રેસ કૌશિકી રાઠોડે પણ કાસ્ટિંગ કાઉચ અંગેનો પોતાનો કડવો અનુભવ શેર કર્યો હતો.
2/8

IANS સાથે વાત કરતા કૌશિકીએ અભિનયના તેના શરૂઆતના દિવસોને યાદ કર્યા અને ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા હતા.
3/8

અભિનેત્રીએ કહ્યું હતું કે ઇન્ડસ્ટ્રી ઘણી બદલાઈ ગઈ છે પરંતુ એક વસ્તુ જે બદલાઈ નથી તે છે કાસ્ટિંગ કાઉચ. મારી સાથે આ ઘટના ત્યારે બની જ્યારે મેં ઓડિશન આપવાનું શરૂ કર્યું અને સાઉથ પ્રોજેક્ટમાં તક મળી હતી.
4/8

અભિનેત્રીએ વધુમાં કહ્યું હતું કે બધી બાબતો ફાઈનલ થઈ ગઈ હતી પરંતુ જ્યારે તેમણે મને કોન્ટ્રાક્ટ આપ્યો ત્યારે તેમણે તેમની કેટલીક શરતો મારી સામે રાખી. જે બાદ મને સમાધાન કરવાનું કહેવામાં આવ્યું હતું.
5/8

કૌશિકીએ કહ્યું કે, 'તેની પાસેથી આ સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગઇ કારણ કે ત્યાં સુધી મેં ફક્ત આવી વાતો જ સાંભળી હતી, પરંતુ જ્યારે મારી સાથે આવું થઈ રહ્યું હતું ત્યારે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ પછી મેં તે ઑફર ઠુકરાવી દીધી હતી, પરંતુ તે વાતે મારી માનસિક સ્થિતિ પર ઘણી અસર કરી હતી.
6/8

કૌશિકીએ વધુમાં કહ્યું કે, 'હું આ માટે સમગ્ર ઈન્ડસ્ટ્રીને દોષી ન માની શકું, કારણ કે આ ઘટના પછી પણ હું માનું છું કે બધા લોકો ખરાબ નથી હોતા.'
7/8

નોંધનીય છે કે કૌશિકીએ 'ક્રૃષ્ના ચલી લંડન', 'ગુડિયા હમારા સભી પે ભરી' અને 'કહાની 9 મહિને કી' જેવા ટીવી શોમાં કામ કર્યું છે.
8/8

તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામા આવી છે.
Published at : 27 Jan 2023 02:47 PM (IST)
આગળ જુઓ
Advertisement