શોધખોળ કરો
Munmun Dutta: પોતાને હિંદુ ગણાવી મસ્જિદ પહોંચ્યા તારક મહેતાના 'બબીતા જી', લોકોએ કર્યા ટ્રોલ
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની એક્ટ્રેસ મુનમુન દત્તાએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, જેના કારણે તે ખરાબ રીતે ટ્રોલ થઈ રહી છે.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/9

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની એક્ટ્રેસ મુનમુન દત્તાએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, જેના કારણે તે ખરાબ રીતે ટ્રોલ થઈ રહી છે.
2/9

જો કે મુનમુન દત્તા એટલે કે બબીતા જીના ફેન્સ તેને ખૂબ જ પ્રેમ કરે છે, પરંતુ હાલમાં જ આ તસવીરોને કારણે તે ટ્રોલ્સર્સના નિશાના પર આવી ગઈ છે.
3/9

વાસ્તવમાં મુનમુન આ દિવસોમાં દુબઈ પહોંચી ગઈ છે. જ્યાં તે મસ્જિદની મુલાકાત લેવા ગઈ હતી. મુનમુને અબુ ધાબીની મસ્જિદમાંથી ઈન્સ્ટાગ્રામ પર ઘણી તસવીરો શેર કરી છે, જેના કારણે તે ટ્રોલ થઈ રહી છે.
4/9

કેટલાક તેના હિંદુ હોવા પર સવાલ ઉઠાવી રહ્યા છે તો કેટલાક તેનો બહિષ્કાર કરી રહ્યા છે. તસવીરોમાં મુનમુન બુરખો પહેરેલી જોવા મળી રહી છે.
5/9

કાળો બુરખો પહેરીને મુનમુને મસ્જિદના દરેક ખૂણાની મુલાકાત લીધી અને ત્યાંની તસવીર પણ શેર કરી. મુનમુનને કદાચ ખ્યાલ હતો કે તે આ તસવીરો પર ટ્રોલ થઈ શકે છે, ત્યારે જ તેણે કેપ્શનમાં પોતાને ગૌરવપૂર્ણ હિંદુ ગણાવતા સ્પષ્ટતા રજૂ કરી હતી.
6/9

કેપ્શનમાં અભિનેત્રીએ લખ્યું, 'કોઈપણ મૂર્ખતાપૂર્ણ વાત વિચારતા અથવા પૂછતા પહેલા હું તમને કહી દઉં કે હું એક પ્રાઉઝ હિંદુ છું. જો હું બીજા દેશમાં જઈશ તો હું ત્યાંની સંસ્કૃતિનું સન્માન કરીશ. હું અપેક્ષા રાખું છું કે તે મારા ધર્મ અને માન્યતાઓનું સન્માન કરે.
7/9

જોકે ચાહકોને મુનમુનની તસવીરો અને તેના ફોટોનું કેપ્શન પસંદ આવ્યુ નહોતું. અભિનેત્રીને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધી હતી.
8/9

બબીતા જીના ફોટો પર કોમેન્ટ કરીને લોકો જય શ્રી રામના નારા લગાવી રહ્યા છે. કેટલાક લોકોએ મુનમુનને અનફોલો પણ કરી દીધી છે.
9/9

કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું કે, મંદિરો ઓછા પડી રહ્યા છે તે તમે મસ્જિદમાં જઇ રહ્યા છો
Published at : 05 Aug 2023 10:58 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આઈપીએલ
દેશ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
