શોધખોળ કરો
યે રિશ્તા ક્યાં કહલાતા હૈ શોમાંથી કાઢી મૂકાયા બાદ હવે શું કરી રહી છે રૂહી ઉર્ફ પ્રતિક્ષા?
પ્રતિક્ષા હોનમુખેને 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'ના નિર્માતા રાજન શાહી દ્વારા શોમાંથી કાઢી મૂકવામાં આવી હતી. પ્રતિક્ષા આ શોમાં રૂહીનો મુખ્ય રોલ કરી રહી હતી.
પ્રતિક્ષા હોનમુખે ( તસવીર સોશિયલ મીડિયા)
1/8

પ્રતિક્ષા હોનમુખેને 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'ના નિર્માતા રાજન શાહી દ્વારા શોમાંથી કાઢી મૂકવામાં આવી હતી. પ્રતિક્ષા આ શોમાં રૂહીનો મુખ્ય રોલ કરી રહી હતી.
2/8

દર્શકોને શોમાં રૂહીનું પાત્ર ખૂબ જ પસંદ આવ્યું હતું. પરંતુ સેટ પર તેના વર્તનને કારણે તેને કાઢી મૂકવામાં આવ્યો હતો.
3/8

પ્રતિક્ષાની સાથે તેના કો-એક્ટર અરમાન એટલે કે શહેજાદા ધામીને પણ બરતરફ કરવામાં આવ્યો હતો. હવે શો છોડ્યા બાદ દર્શકો જાણવા માંગે છે કે પ્રતિક્ષા ક્યાં છે અને શું કહી રહી છે?
4/8

પ્રતિક્ષાના નવા પ્રોજેક્ટને લઈને કોઈ અપડેટ નથી પરંતુ અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ થઈ ગઈ છે.
5/8

પ્રતિક્ષા તેના ઇન્સ્ટાગ્રામ પર અનેક ફોટા પોસ્ટ કરી રહી છે. તાજેતરમાં અભિનેત્રીએ કેટરિના કૈફનો લૂક રિક્રિએટ કરતી તસવીર શેર કરી હતી
6/8

પ્રતિક્ષાએ આ પોઝમાં એકથી એક ચડિયાતા પોઝ આપ્યાં હતા. જેને તેમના ફેન્સ ખૂબ લાઇક કરી રહ્યાં છે.
7/8

વ્હાઇટ સાટીન શર્ટ અને બ્લેક મિની સ્કર્ટમાં પ્રતિક્ષા એકદમ સ્ટાઇલિશ લાગી રહી છે. અભિનેત્રીએ તેના નવા ફોટોશૂટથી ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે.
8/8

પ્રતિક્ષાના આ અવતારને જોઈને ફેન્સ તેમની પ્રશંસા કરી રહ્યાં છે અને અભિનેત્રીને ફરી પડદા પર જોવા માંગે છે..
Published at : 02 May 2024 07:15 AM (IST)
આગળ જુઓ
Advertisement





















