શોધખોળ કરો
ખેડૂતો વતી સરકાર સાથે વાતચીત કરનાર અગત્યની કડી છે આ ડૉક્ટર, જાણો કોણ છે

1/5

1973માં એમબીબીએસ અને એમડી કર્યા બાદ તેઓ સરકારી સેવામાં જ રહ્યા હતા. તેઓ કોલેજ કાળના દિવસોમાં નોકરી દરમિયાન વિદ્યાર્થી સંઘ અને ડોક્ટરોના સંગઠનમાં હંમેશા સક્રિય રહ્યા હતા.
2/5

ડોક્ટર દર્શનપાલ શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રના ખાનગીકરણ સામે છે. આ કારણે તેમણે ક્યારેય ખાનગી પ્રેક્ટિસ નથી કરી. 2002માં સરકારી ડોક્ટર તરીકે નોકરી છોડ્યા બાદ સામાજિક અને કિસાન સંગઠનો સાથે સક્રિય થયા અને ક્યારેય પાછું વળીને જોયું નથી.
3/5

પાલ જૂન મહિનાથી કેન્દ્રના આ પગલાનો વિરોધ કરી રહ્યા હોય તેવા ખેડૂત નેતાઓમાં પૈકીના એક છે. 2002માં સરકારી નોકરી છોડીને ખેતી કરનાર પાલ આ વર્ષે યુનિયનના પંજાબ એકમના અધ્યક્ષ બન્યા છે. તેઓ ઓલ ઇન્ડિયા કિસાન સંઘર્ષ કોઓર્ડિનેશન સમિતિના વર્કિંગ ગ્રૂપના પણ સભ્ય છે. તેમને એક મોટા ખેડૂત નેતા તરીકે ઓળખવામાં આવે છે.
4/5

કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાનૂન સામે આજે ભારત બંધનું એલાન છે. ઘણા રાજ્યોમાં બંધની અસર જોવા મળી રહી છે. ખેડૂત આંદોલનનો આજે 13મો દિવસ છે અને આવતીકાલે ખેડૂત નેતાઓ અને સરકાર વચ્ચે વધુ એક વખત વાટાઘાટો થશે. સમગ્ર કિસાન આંદોલનનાં કેન્દ્રમાં 70 વર્ષનાં ડૉ.દર્શન પાલ છે. તેઓ ક્રાંતિકારી કિસાન યુનિયનના પંજાબના અધ્યક્ષ છે અને સરકાર સાથે વાતચીત કરનાર અગત્યની કડી છે.
5/5

કૃષિ સચિવ સાથે વાતચીત માટે સાત સભ્યોની કમિટીમાં બલબીર સિંહ રાજેવાલ, ડૉ.દર્શન પાલ, સતનામ સિંહ સાની, જગજીત સિંહ, જગમેલ સિંહ, સુરજીત સિંહ અને કુલવંત સિંહને સામેલ કરવામાં આવ્યા છે.
Published at :
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
