નવી દિલ્હીઃ જો તમે એક એવો પ્લાન લેવાનુ વિચારી રહ્યાં હોય કે તમને અનલિમિટેડ કૉલિંગ અને ડેટાની સાથે ઓટીટી પ્લેટફોર્મનુ સબ્સક્રિપ્શન ફ્રીમાં મળે, તો તમારો પ્રશ્ન સૉલ્વ થઇ જવાનો છે. આજે અમે તમને એરટેલ, જિઓ, વૉડાફોનના સારા પૉસ્ટપેડ પ્લાન ઓફર્સ વિશે માહિતી આપી રહ્યાં છીએ, જેમાં તમને 500 રૂપિયામાં આ તમામ વસ્તુઓ એકસાથે મળી રહેશે. આ પ્લાનમાં તમને નેટફ્લિક્સ, અમેઝોન પ્રાઇમ અને હૉટસ્ટાર જેવા ઓટીટી પ્લેટફોર્મ્સના સબ્સક્રિપ્શન મળી રહ્યાં છે. જાણો પ્લાન વિશે......
2/5
આજે અમે તમને એરટેલ, જિઓ, વૉડાફોનના સારા પૉસ્ટપેડ પ્લાન ઓફર્સ વિશે માહિતી આપી રહ્યાં છીએ, જેમાં તમને 500 રૂપિયામાં આ તમામ વસ્તુઓ એકસાથે મળી રહેશે. આ પ્લાનમાં તમને નેટફ્લિક્સ, અમેઝોન પ્રાઇમ અને હૉટસ્ટાર જેવા ઓટીટી પ્લેટફોર્મ્સના સબ્સક્રિપ્શન મળી રહ્યાં છે. જાણો પ્લાન વિશે......
3/5
Airtelનો પૉસ્ટપેડ પ્લાન- એરટેલ પોતાના ગ્રાહકોને 499 રૂપિયા વાળા પૉસ્ટપેડ પ્લાનની સુવિધા આપી રહ્યું છે, આ પ્લાનમાં રૉલઓવર ફેસિલિટીની સાથે 75GB ડેટા આપવામા આવે છે. આ ઉપરાંત આમાં અનલિમિટેડ કૉલિંગ અને ડેલી 100SMSની સુવિધા પણ આપવામાં આવી રહી છે. તમને આ પ્લાનમાં એક વર્ષનુ અમેઝોન પ્રાઇમ વીડિયો અને હૉટસ્ટારનુ સબ્સક્રિપ્શન પણ મળશે પરંતુ આમા નેટફ્લિક્સ સામેલ નથી.
4/5
Vodafone Ideaનો પૉસ્ટપેડ પ્લાન- વૉડાફોન પોતાના કસ્ટમર્સને 499થી ઓછાના પ્લાનમાં OTT પ્લેટફર્મનુ ફ્રી સબ્સક્રિપ્શન નથી આપતુ, જો તમારે OTT બેનિફિટ્સ જોઇએ તો તમારે 499 રૂપિયા વાળો પ્લાન ખરીદવો પડશે. આ પ્લાનમાં 75GB ડેટા, અનિલિમિટેડ કૉલિંગ અને 100SMSની ઓફર આપવામાં આવી રહી છે. કંપની તમને 200GB સુધી ડેટા રૉલઓવરની ફેસિલિટી આપે છે, આ પ્લાનમાં Vi મૂવીઝ અને ટીવી એપ્સ ઉપરાંત અમેઝોન પ્રાઇમ વીડિયો અને જી5નુ ફ્રી સબ્સક્રિપ્શન પણ આપવામાં આવી રહ્યું છે. જોકે આ પ્લાનમાં નેટફ્લિક્સનો ફ્રી એક્સેસ નહી મળે.
5/5
Jioનો પૉસ્ટપેડ પ્લાન- જિઓનો આ પ્લાન 399 રૂપિયામાં મળી રહ્યો છે. આમા તમને એક મહિના માટે 75GB FUP ડેટા ઓફર મળી રહી છે. ડેટા ખતમ થવા પર તમને 10 રૂપિયા પ્રતિ GBના હિસાબથી ડેટાનો ચાર્જ આપવો પડશે. તમે આમાં 200GB સુધી ડેટા રૉલઓવર કરી શકો છો આ પ્લાનમાં તમને અનલિમિટેડ કૉલિંગ અને ડેલી 100SMS ની સુવિધા પણ મળે છે. સાથે તમને જિઓ એપ્સનુ ફ્રી એક્સેસ અને એક વર્ષનુ નેટફ્લિક્સ, અમેઝોન પ્રાઇમ અને ડિઝ્ની હૉટસ્ટારનુ સબ્સક્રિપ્શન પણ મળી રહ્યું છે.