સેલિબ્રિટી જોડી કિમ કર્દાશિયા અન કાન્યે વેસ્ટ લગ્નના સાત વર્ષ બાદ તલાક લેવા જઈ રહ્યાં છે. બન્નેના વચ્ચે છેલ્લા લાંબા સમયથી અણબનાવોના અહેવાલ આવી રહ્યાં હતા. તલાકની અરજી કોર્ટમાં દાખલ કરવાની સાથે કિમે પોતાના ચાર બાળકોની જોઈન્ટ કસ્ટડીની પણ માંગ કરી છે. (તસવીર-ઈન્સ્ટાગ્રામ)
2/6
મીડિયા રિપોર્ટ અનુસાર, કિમ કર્દાશિયાનો પતિ એક માનસિક બિમારી સામે ઝઝૂમી રહ્યો હતો. જેના કારણે તેની રિલેશનશિપ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી હતી. બિમારીના કારણે કાન્યે વેસ્ટનો વ્યવહાર પણ ઘણો અજીબ થઈ ગયો હતો. જેના કારણે કિમ પતિ કાન્યેથી ઘણી પરેશાન રહેતી હતી. થોડા સમય પહેલા એવા પણ સમાચાર આવ્યા હતા કે, બન્ને લાંબા સમયથી અલગ અલગ રહી રહ્યાં છે.(તસવીર-ઈન્સ્ટાગ્રામ)
3/6
તેના બાદ વર્ષ 2011માં કિમે બાસ્કેટબોલ ખેલાડી ક્રિસ હમ્ફરીઝ સાથે બીજા લગ્ન કર્યા હતા. એક વર્ષના ડેટિંગ બાદ બન્નેએ સગાઈ કરી હતી. તેના બાદ લગ્ન કર્યા હતા. આ લગ્ન પણ લાંબા ચાલ્યા નહોતા અને 72 દિવસમાં જ કિમે વૈચારિક અસમાનતાના આધાર પર તલાક અરજી કોર્ટમાં દાખલ કરી હતી.(તસવીર-ઈન્સ્ટાગ્રામ)
4/6
તેના બાદ એવી ચર્ચાએ જોર પકડ્યું હતું કે, આ લગ્ન પબ્લિસિટી સ્ટંટ હતો અને માત્ર પૈસા કમાવવા માટે લગ્ન કર્યા હતા. જો કે, 2012માં કાન્યે અને કિમે ખુલાસો કર્યો હતો કે તે સમયે તે કાયદાકીય રીતે ક્રિસની પત્ની હતી.(તસવીર-ઈન્સ્ટાગ્રામ)
5/6
(તસવીર-ઈન્સ્ટાગ્રામ)
6/6
કિમ કર્દાશિયા આ પહેલા બે વખત તલાક લઈ ચુકી છે. પ્રથમ લગ્ન તેણે 19 વર્ષની ઉંમરમાં મ્યૂઝિક કમ્પોઝર ડેમન થોમસ સાથે વર્ષ 2000માં લગ્ન કર્યા હતા. પરંતુ ત્રણ વર્ષ બાદ બન્ને અલગ થઈ ગયા હતા. તે સમયે કિમે ડેમન પર શારીરિક અને ભાવનાત્મક શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો. (તસવીર-ઈન્સ્ટાગ્રામ)