શોધખોળ કરો
બીમાર થવા પર હોસ્પિટલમાં આ રીતે લો આયુષ્માન યોજનાનો લાભ
Ayushman Yojana Benefits: બીમાર થવા પર આ રીતે લઈ શકાય છે આયુષ્માન યોજનાનો લાભ. હોસ્પિટલ જઈને કરવા પડશે આ કામ. શું છે સંપૂર્ણ પ્રક્રિયા ચાલો જાણીએ.
સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ઘણા લોકો હેલ્થ ઇન્શ્યોરન્સ લે છે. કારણ કે બીમારીઓનો કોઈ ભરોસો નથી હોતો. માણસને ક્યારે કઈ બીમારી ઘેરી લે.
1/6

એટલે જ ભવિષ્યને ધ્યાનમાં રાખીને લોકો પહેલેથી જ સારવારના મોટા ખર્ચથી બચવા માટે પહેલેથી જ હેલ્થ ઇન્શ્યોરન્સ લઈ લે છે.
2/6

પરંતુ બધા લોકો પાસે એટલા પૈસા નથી હોતા કે તેઓ અલગથી હેલ્થ ઇન્શ્યોરન્સ લઈ શકે. એટલે જ આવા લોકોને સહારો આપે છે સરકાર.
3/6

ભારત સરકાર દ્વારા વર્ષ 2018માં પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ભારતીય નાગરિકોને 5 લાખ સુધીનું હેલ્થ ઇન્શ્યોરન્સ આપવામાં આવે છે.
4/6

યોજના હેઠળ કેટલીક પાત્રતાઓ નક્કી કરવામાં આવી છે. આ હેઠળ આવતા ભારતીય નાગરિકોને યોજનાનો લાભ આપવામાં આવે છે.
5/6

જો કોઈ બીમાર થવા પર હોસ્પિટલમાં દાખલ થાય છે. તો તે યોજનાનો લાભ લઈ શકે છે. આ માટે સૌથી પહેલા એ જાણવું પડશે કે હોસ્પિટલ આયુષ્માન યોજનામાં જોડાયેલ છે કે નહીં.
6/6

જેટલી પણ હોસ્પિટલો આયુષ્માન યોજના હેઠળ આવે છે. તે બધામાં આયુષ્માન હેલ્પડેસ્ક હોય છે. ત્યાં જઈને તમારે તમારી ઓળખ સાબિત કરવી પડે છે. અને તમારું આયુષ્માન કાર્ડ બતાવવું પડે છે. આ પછી તમે મફત સારવાર કરાવી શકો છો.
Published at : 14 Jul 2024 06:52 PM (IST)
આગળ જુઓ





















