શોધખોળ કરો
સવારે ખાલી પેટ કરો તુલસીના પાનનું સેવન, થશે આ લાભ
સવારે ખાલી પેટ કરો તુલસીના પાનનું સેવન, થશે આ લાભ

પ્રતિકાત્મક તસવીર
1/6

તુલસીમાં અનેક ઔષધીય ગુણો હોય છે. તુલસીના પાન ચાવી જવાથી પણ શરીરમાં અનેક લાભ થાય છે. અનેક બીમારીમાં પણ તુલસીના પાનનો ઉપયોગ કરવામાં આવે છે. દરરોજ સવારે ખાલી પેટે તુલસીના પાન ખાવાથી તમે અનેક બીમારીઓથી બચી શકો છે.
2/6

તુલસીના પાન હાર્ટના દર્દીઓ માટે ખાસ ફાયદાકારક છે. આ સિવાય તુલસીના પાનનું સેવન કરવાથી પાચનક્રિયા પણ સારી રહે છે. જો કોઈને પેટ સંબંધિત સમસ્યા હોય તો દરરોજ તુલસીના પાનનું સેવન કરે તો ફાયદો થશે.
3/6

દરરોજ સવારે તુલસીના 4થી 5 પાન ચાવીને ખાવા જોઈએ. જો તમે ચાવીને ન ખાઈ શકો તો, દૂધ, પાણી અને ચામાં ઉકાળીને તુલસીના પાન ખાઈ શકો છો.
4/6

શિયાળામાં શરદી, ઉધરસ જેવી બીમારીઓ સામાન્ય બની જાય છે. તુલસીના પાન શરદી અને ઉધરસમાં તમને ફાયદો આપે છે. તુલસી એન્ટિબેક્ટેરિયલ ગુણ ધરાવે છે.
5/6

તેની અંદર ઘણા પ્રકારના વિટામિન્સની સાથે સાથે પોટેશિયમ, મેંગેનીઝ, મેગ્નેશિયમ, કોપર અને આયર્ન ભરપૂર પ્રમાણમાં હોય છે. ફેફસાની કોઈપણ બીમારીમાં પણ તુલસીના પાન ખાવા ખૂબ જ ફાયદાકારક છે.
6/6

જો તમે લાંબા સમય સુધી તુલસીના પાનનું સેવન કરો છો તો તમારા શરીરમાં અનેક પ્રકારના ફાયદા જોવા મળશે.
Published at : 12 Feb 2025 06:33 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દુનિયા
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
