શોધખોળ કરો
Summer Health Tips : ગરમીમાં આ ડ્રિન્કસનું સેવન ખતરનાક, માત્ર એક ઘૂંટડો પણ બનાવી દેશે બીમાર
Summer Health Tips : ઉનાળામાં ઠંડા પીણા સ્વાસ્થ્ય માટે ખતરનાક બની શકે છે. કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે ચેતાવણી જાહેર કરવામાં આવી છે કે ઉનાળામાં ઠંડા પીણાના વધુ
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/7

હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે હીટ વેવ દરમિયાન કાર્બોરેટેડ કોલ્ડ ડ્રિંક્સ પીવાથી ઝડપથી પરસેવો થાય છે, જેના કારણે શરીરમાં પાણીની કમી વધી જાય છે. ચા અને કોફીમાં કેફીન જોવા મળે છે, જે શરીરનું તાપમાન વધારીને ડીહાઈડ્રેશનનું જોખમ વધારી શકે છે.
2/7

જો તમે આકરા તડકા અને આકરી ગરમીથી રાહત મેળવવા માટે ઠંડા પીણા પીતા હોવ તો સાવચેત રહો. આ સ્વાસ્થ્ય માટે ખતરનાક બની શકે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના નેશનલ પ્રોગ્રામ ઓન ક્લાઈમેટ ચેન્જ એન્ડ હ્યુમન હેલ્થ (NPCCHL) એ ઠંડા પીણાને લઈને ચેતાવણી જાહેર કરી છે. આ સિવાય કાળઝાળ ગરમીમાં ચા અને કોફીને અવગણવાની પણ સલાહ આપવામાં આવે છે. આ કાર્બોનેટેડ કોલ્ડ ડ્રિંક્સમાં ઘણી બધી ખાંડ હોય છે, જેનાથી શરીરમાં પાણી ઓછું થાય છે. ગરમીના સંપર્કમાં આવવાથી ઘણા જોખમો થઈ શકે છે.
Published at : 18 Mar 2025 07:48 AM (IST)
આગળ જુઓ





















