શોધખોળ કરો
માત્ર ગળ્યું ખાવાથી જ નહીં, આ આદતને કારણે વધી રહ્યો છે ડાયાબિટીસનો ખતરો, રિસર્ચમાં થયો ખુલાસો
તાજેતરમાં ઇકો-એન્વાયરન્મેન્ટ એન્ડ હેલ્થ જર્નલમાં પ્રકાશિત અભ્યાસમાં જાણવા મળ્યું કે તડકામાં પડેલી પ્લાસ્ટિકની પાણીની બોટલો ખતરનાક રસાયણો છોડી શકે છે, જેમાં n-hexadecane જેવા કેન્સર થઈ શકે છે.
ડાયાબિટીસ આજે સામાન્ય બીમારી બનતી જઈ રહી છે.
1/6

મોટાભાગના લોકોને લાગે છે કે તેના માટે ખાંડ જવાબદાર હોય છે. આ સાચું પણ છે કે વધારે મીઠું ખાવાથી શુગરની બીમારી થાય છે પરંતુ નવા અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ જોયું છે કે પ્લાસ્ટિકની બોટલના ઉપયોગથી પણ ડાયાબિટીસનો ખતરો છે. તેમાં ખતરનાક રસાયણ જોવા મળે છે, જે ખતરનાક બીમારીઓનું કારણ બની શકે છે.
2/6

'ડાયાબિટીસ' નામના જર્નલમાં પ્રકાશિત આ અભ્યાસમાં જાણવા મળ્યું કે ખાવા અને પીવાના પેકેટ્સ બનાવવામાં BPA રસાયણનો ઉપયોગ થાય છે, જે પ્લાસ્ટિકની પાણીની બોટલોમાં જોવા મળે છે. શરીરમાં શુગર બેલેન્સ કરતા હોર્મોન ઈન્સ્યુલિન પ્રત્યે સંવેદનશીલતા ઘટાડી શકે છે. આવો જાણીએ સંશોધન શું કહે છે...
Published at : 28 Jun 2024 07:53 AM (IST)
આગળ જુઓ





















