શોધખોળ કરો
Normal Delivery Tips: પ્રેગ્નન્સી દરમિયાન જો આ 5 બાબતોનો રાખશો ખ્યાલ તો નોર્મલ ડિલિવરી શક્ય બનશે
ગર્ભાવસ્થા દરમિયાન, સ્ત્રીઓ સિઝેરિયનથી થતી ડિલિવરી વિશે ચિંતા કરે છે. આજની આધુનિક જીવનશૈલીમાં શારીરિક પ્રવૃત્તિઓ એટલી બધી ઘટી ગઈ છે કે સિઝેરિયનના કેસ વધવા લાગ્યા છે.
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/6

ગર્ભાવસ્થા દરમિયાન, સ્ત્રીઓ સિઝેરિયનથી થતી ડિલિવરી વિશે ચિંતા કરે છે. આજની આધુનિક જીવનશૈલીમાં શારીરિક પ્રવૃત્તિઓ એટલી બધી ઘટી ગઈ છે કે સિઝેરિયનના કેસ વધવા લાગ્યા છે. આવી સ્થિતિમાં, અહીં જણાવેલી કેટલીક ખાસ ટિપ્સ તમને નોર્મલની શક્યતા વધારી દે છે.
2/6

ગર્ભાવસ્થા દરમિયાન તમારે તમારા આહારનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. આવા સમયે સંતુલિત આહાર ખૂબ જ જરૂરી છે. જ્યારે માતા તંદુરસ્ત અને પૌષ્ટિક આહાર લે છે ત્યારે જ બાળકને તેનો ફાયદો થાય છે. તમને જણાવી દઈએ કે, પોષક તત્વોની ઉણપને કારણે નોર્મલ ડિલિવરી થવાની શક્યતાઓ ઘણી ઓછી થઈ શકે છે. તેથી, આ સમયગાળા દરમિયાન, તમારે લીલા પાંદડાવાળા શાકભાજી, ફળો, આખા અનાજ અને તમામ પ્રકારની કઠોળ ખાવા જોઈએ.
Published at : 25 Jan 2024 05:08 PM (IST)
આગળ જુઓ





















