શોધખોળ કરો
Skin care tips: સ્કિનને યંગ રાખવા આ 7 આદતને રૂટીન લાઇફમાં કરો સામેલ, ત્વચા રહેશે સદાબહાર
ઉંમરની સૌથી વધુ અસર સ્કિન પર પણ થાય છે, સ્કિન ઢીલી થવા લાગે છે અને તેના કારણે કરચલી પડવા લાગે છે. આ અસરને કેટલીક માવજતથી દૂર કરી શકાય છે

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/8

ઉંમરની સૌથી વધુ અસર સ્કિન પર પણ થાય છે, સ્કિન ઢીલી થવા લાગે છે અને તેના કારણે કરચલી પડવા લાગે છે. આ અસરને કેટલીક માવજતથી દૂર કરી શકાય છે
2/8

ઉંમર સાથે ત્વચાની ટાઇટનેસ જાળવવા માટે એન્ટીઑકિસડન્ટ ખોરાકનું સેવન કરો. વિટામિન-A, D, E, Omega 3 ફેટી એસિડથી ભરપૂર વસ્તુઓ તમારા આહારમાં હોવી જોઈએ. આમાં વિટામિન C સૌથી મહત્વપૂર્ણ છે. તેનાથી ત્વચામાં કોલેજનનું પ્રમાણ વધે છે અને ઢીલી ત્વચાની સમસ્યા દૂર થાય છે.
3/8

વધતી ઉંમર સાથે ત્વચા ઢીલી પડવા લાગે છે, તેથી અસરકારક ઉપાય એ છે કે, ચહેરા પર મસાજ કરવો. તેનાથી ત્વચા ટાઈટ અને હાઈડ્રેટ રહેશે. તમે ચહેરાની મસાજ માટે નારિયેળથી લઈને ઓલિવ તેલનો ઉપયોગ કરી શકો છો.
4/8

ત્વચાની ચુસ્તતા અને ચમક જાળવવા માટે સારા આહારની સાથે પૂરતી ઊંઘ લેવી પણ ખૂબ જ જરૂરી છે. તેથી રાત્રે ઓછામાં ઓછા 7-8 કલાકની ઊંઘ લેવાની આદત રાખો.
5/8

વધુ પડતો સ્ટ્રેસ લેવાથી વાળ ખરવા ઉપરાંત ત્વચા પર પણ અસર થાય છે. આ કારણે તણાવ લેવાનું પણ ટાળો. પૂરતા પ્રમાણમાં પાણી પીવો. તણાવ ઓછો કરવા માટે ધ્યાન અને યોગની મદદ લો.
6/8

અઠવાડિયામાં એકવાર આવશ્યક ત્વચા સ્ક્રબિંગ કરો. આ માટે ખાંડ અને ઓલિવ ઓઈલનો ઉપયોગ કરી શકાય છે. સ્ક્રબિંગ પછી ત્વચાને હાઇડ્રેટ રાખવા માટે એલોવેરા જેલનો ઉપયોગ પણ એક મહત્વપૂર્ણ સ્ટેપ છે
7/8

રાત્રે સ્કિન કેર રાત્રે સૂતા પહેલા ફેસને સારી રીતે વોશ કરી લો અને નાઇટ ક્રિમ લગાવો અથવા તો એલોવેરા જેલ અને વિટામિન ઇની ટેબલેટનું ઓઇલ લગાવો.
8/8

સ્કિનને હાઇડ્રેઇટ રાખવા માટે દિવસમાં સાતથી આઠ ગ્લાસ પાણી પીવું જરૂરી છે. જેનાથી સ્કિનનું મોશ્ચર બની રહે છે.
Published at : 08 Nov 2023 06:46 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સમાચાર
દેશ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
