જોન્સ હોપકિન્સ મેડિસિને કેટલાક એવા સામાન્ય લક્ષણો વિશે જણાવ્યું છે કે, જે કેન્સરના શરૂઆતના લક્ષણો હોઇ શકે છે.
2/7
જરૂરી નથી કે આ તમામ લક્ષણો કેન્સરના જ સંકેત હોય પરંતુ જો આવા લક્ષણો દેખાયા તો સાવધાનીના ભાગરૂપે ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે
3/7
કેન્સર પીડિત લોકોમાં અચાનક વજન ઘટવા લાગે છે. આવું કૈશક્યા નામના વજન ઘટાડતા સિન્ડ્રોમના કારણે થાય છે.
4/7
કોઇ કારણ વિના જ અચાનક જ વારંવાર તાવ આવી જવો. મોટાભાગે રાત્રે જ તાવ આવી જવો,. કેન્સરનું પ્રારંભિક લક્ષણ હોઇ શકે છે. જો કે ઘણીવાર થકાવટ અને શરીરમાં વિટામિન મિનરલ્સની કમીના કારણે પણ આવું થઇ શકે છે.
5/7
જોન્સ હોપકિન્સ મેડિસિના રિપોર્ટ મુજબ થોડા કામથી પણ વધુ થાક લાગવો અને આરામ કર્યા બાદ પણ થકાવટ દૂર ન થાય તો આ પણ કેન્સરના પ્રારંભિક લક્ષણો હોઇ શકે છે.
6/7
શરીરમાં લાલ દાણા જેવી ફોલ્લીઓ નીકળી. મોમાં વારંવાર ચાંદા પડવા અને ઉપચાર છતાં તે સમસ્યા દૂર ન થતી હોય તો કેન્સરની તપાસ કરાવવી લેવી હિતાવહ છે.
7/7
આ લેખ માત્ર સામાન્ય માહિતીના આધારે છે. તો તેને અનુસરતા પહેલા નિષ્ણાત તબીબની સલાહ લેવી હિતાવહ છે.