શોધખોળ કરો
શિયાળામાં રૂમ હીટરનો ઉપયોગ જીવલેણ સાબિત થઈ શકે છે: સૂતી વખતે આ ભૂલો ન કરો, જાણો સેફ્ટી ટિપ્સ
કાતિલ ઠંડીથી બચવા માટે શિયાળામાં રૂમ હીટરનો ઉપયોગ હવે સામાન્ય થઈ ગયો છે, પરંતુ થોડી અમથી બેદરકારી ગંભીર અકસ્માત નોતરી શકે છે.
બંધ ઓરડામાં હીટર ચાલુ રાખીને સૂઈ જવાથી ઓક્સિજનની અછત અને કાર્બન મોનોક્સાઈડનું પ્રમાણ વધવાથી ગૂંગળામણ કે મૃત્યુનું જોખમ રહેલું છે. તમારા પરિવારની સુરક્ષા માટે હીટર વાપરતી વખતે કેટલીક સાવચેતી રાખવી અત્યંત અનિવાર્ય છે. અહીં આપેલી સેફ્ટી ટિપ્સને અનુસરીને તમે દુર્ઘટનાથી બચી શકો છો.
1/6

શિયાળામાં રૂમ હૂંફાળો રહે તે માટે લોકો રૂમના બારી-બારણાં સજ્જડ બંધ કરી દેતા હોય છે. જોકે, હીટરનો ઉપયોગ કરતી વખતે સંપૂર્ણપણે પેક રૂમ સૌથી મોટું જોખમ ઊભું કરે છે. નિષ્ણાતોના મતે, રૂમમાં હવાની અવરજવર (વેન્ટિલેશન) હોવી અત્યંત જરૂરી છે. હીટર ચાલુ હોય ત્યારે બારી કે દરવાજો સહેજ ખુલ્લો રાખવો જોઈએ જેથી તાજી હવા આવતી રહે. બંધ રૂમમાં ઓક્સિજનનું સ્તર ઝડપથી ઘટે છે, જે જીવલેણ સાબિત થઈ શકે છે.
2/6

ઘણીવાર લોકો ઠંડીના કારણે હીટરને પલંગની એકદમ નજીક મૂકી દેતા હોય છે. આ આદત ખૂબ જ જોખમી છે. હીટરને હંમેશા પડદા, ગાદલા, ઓશિકા કે લાકડાના ફર્નિચરથી સુરક્ષિત અંતરે રાખવું જોઈએ. ગરમ હવાના સતત સંપર્કથી કાપડ કે ફર્નિચર આગ પકડી શકે છે. ખાસ કરીને નાના રૂમમાં આ બાબતનું વિશેષ ધ્યાન રાખવું અને હીટરને હંમેશા સમતલ સપાટી પર ફ્લોર પર જ મૂકવું જોઈએ.
Published at : 07 Dec 2025 07:52 PM (IST)
આગળ જુઓ
Advertisement




















